તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પિતાના બિલ્ડર મિત્ર પાસે બે દુકાન ખરીદીમાં રૂપિયા 68 લાખની ઠગાઈ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

મોટા વરાછાના બે બિલ્ડરોએ બેરીંગના વેપારી સાથે 67.60 લાખની ઠગાઈ કરી છે. બન્ને બિલ્ડરો પૈકી એક બિલ્ડર વેપારીના પિતાનો મિત્ર છે. મિત્ર હોવાથી વિશ્વાસ કરી શોપિંગ સેન્ટરોમાં બે દુકાનો ખરીદી કરવા સોદો નક્કી કર્યો હતો.

અલથાણ રોડ પર ચાઇના ગેટમાં રહેતા અને બેરીંગનો ધંધો કરતા રાજ જયેશ ઈડાએ સરથાણા જળવિતરણ મથકની બાજુમાં ભગવાન ચોક ખાતે વિકાસ શોપર્સ નામના શોપિંગ સેન્ટરમાં ચારેક મહિના પહેલા બે દુકાનો વેચાણ રાખી હતી. જેમાં એક દુકાન 19.33 લાખ અને બીજી દુકાન 67.60 લાખમાં ખરીદી હતી. એક દુકાનનો બિલ્ડરે દસ્તાવેજ કરી આપ્યો હતો. જયારે અન્ય દુકાનનો દસ્તાવેજ કરવામાં વાયદા કરતો હતો. બાદમાં બિલ્ડરોએ 60 લાખમાં દુકાન સંતોષ રામગોપાલ સરાફ વેચી તેને સાટાખત કરી આપ્યો હતો. જેથી વેપારીએ સોદો કેન્સલ કરી રૂપિયાની ઉઘરાણી શરૂ કરી હતી. છતાં બન્ને બિલ્ડરો નાણાં ઓહયા કરી ગયા હતા. વેપારીએ પોલીસ કમિશનરમાં અરજી આપી હતી. અરજીના આધારે સરથાણા પોલીસે તપાસ કર્યા બિલ્ડર અરવિંદ મકા ગજેરા(રહે. મધુસુદન હોમ્સ, પેડર રોડ, મોટાવરાછા) તથા હિમ્મત લાલજી સોંજીત્રા (રહે, લક્ષ્મીનગર સોસાયટી, એલ. એચ.રોડ, વરાછા, મૂળ રહે, અમરેલી)ની સામે ઠગાઈનો ગુનો નોંધ્યો છે.

સરથાણામાં એક દુકાનનો દસ્તાવેજ કરી આપ્યો અને બીજી દુકાનનો દસ્તાવેજ નહીં કરી આપતા બે સામે ગુનો નોંધાયો

અન્ય સમાચારો પણ છે...