તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બુહારી માર્કેટયાર્ડમાં વેપારીઓએ ખરીદી બંધ કરતા ખેડૂતો મુશ્કેલીમાં

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

તાપી જિલ્લાના સમાવિષ્ટ વાલોડ ગામોમાં ખેતીના વ્યવસાય સાથે પશુપાલન અને શાકભાજી પકવતા ખેડૂતોને માટે છેલ્લા ઘણા દિવસથી પ્રશ્ન ઉપસ્થિત થયો હતો. જોકે સરકારે આવશ્યક ચીજવસ્તુઓ માં શાકભાજી આવતી હોવાથી તેમાં રાહત આપતાં ખેડૂતોની આશાજન્મી છે. શાકભાજી વેચાણ માટે તાલુકામાં આવેલ બજાર સમિતિમાં ખરીદી કરવામાં આવતા ખેડૂતોને રાહત મળી હતી. ગતરોજ શાકભાજી વિભાગમાં વેપારીઓ દ્વારા ખરીદી કરવામાં આવી હતી. ખેડૂતો નો માલ વેપારીઓ એ અન્ય મોટા સેન્ટર પર મોકલાવ્યો હતો. જે વેચાણ નહીં થતાં આજે વેપારીઓ એ ખરીદી બંધ કરવામાં આવતા ખેડૂતો ફરીવખત મુશ્કેલીમાં મુકાયા હતા.

સરકાર દ્વારા કરવામાં આવેલા એકવીસ દિવસના લોકડાઉનને પગલે બુહારીથી ખરીદી કરીને વેચાણ માટે સુરત અમદાવાદ મુંબઈ સહિતના મોટા શહેરોમાં મોકલવામાં આવે છે. પરંતુ ગતરોજ બુહારી માકેટયાર્ડમાંથી જે ખેડૂતો પાસેથી માલની ખરીદી કરવામાં આવી હતી. એ માલનું વેચાણ મોટા સેન્ટર પર મોકલાવેલ માલનું વેચાણ નહીં થતા વેપારીઓ ને પણ આથિઁક ફટકો પડયો છે. આવતી કાલે રવિવાર હોય અને મોટા સેન્ટરમાં માલનો નિકાલ નો પેચીદો પ્રશ્નો ઉપસ્થિત થતાં જ ખેડૂતો અને વેપારીઓ માટે પડકારરૂપ બન્યો છે.

મોટા સેન્ટરો પર શાકભાજીનું વેચાણ ઘટતા ખરીદી બંધ

અન્ય સમાચારો પણ છે...