તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

લોનમાં 3 માસનું વ્યાજ એક સાથે ભરવાની સુવિધા

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

કોરોના વાયરસની અસરના લીધે લોકડાઉનની સ્થિતિ સર્જાઇ છે જેથી નોકરિયાત હોય કે ધંધાદારી તમામ માટે બેન્ક લોનના હપ્તા ભરવા પડકારરૂપ થઈ ગયુ હતુ. જો કે, રિઝર્વ બેન્ક દ્વારા તેમાં કેટલીક રાહતો આવતા લોનધારકોને મોટી રાહત થઈ છે. અલબત્ત, આ તમામ જાહેરાતો બાદ પણ કેટલીક સ્થિતિ સ્પષ્ટ નહીં થતાં ‘ દિવ્ય ભાસ્કર’ એ એક્સપર્ટ પાસે કેટલાંક સવાલોના જવાબ મેળવવાનો પ્રયાસ કર્યો છે. સી.એ. વિરેશે રૂદલાલ કહે છે કે મોરેટોરિયમ બેન્કો માટે પરિચિત શબ્દ છે.

મોરેટોરિયમ એટલે લોનના હપ્તાઓ ભરવામાં કેટલાંક મહિનાઓની છુટછાટ અથવા હપ્તા ભરવામાં મોકૂફી. સામાન્ય રીતે ઉદ્યોગ-સાહસિકોને પ્રોત્સાહ પગલાં તરીકે લોન મંજૂરી સમયે બેન્કો લોનની શરુઆતના છ મહિના માટે મોરેટોરિયમ આપે છે જેમાં વ્યાજ-મોકૂફ રહેતુ નથી પરંતુ હપ્તાઓ છ મહિના મોડા ભરવાની શરૂઆત થાય છે.

{ રિઝર્વ બેન્ક દ્વારા 1લી માર્ચથી 31મી મે સુધીના ત્રણ મહિના માટે લોનના હપ્તા ભરવામાંથી છુટ મળી છે

- આ ત્રણ મહિનાના હપ્તા ભરવાનું પાછું ઠેલાયુ છે, પરંતુ વ્યાજ તો દર મહિને ચઢતું જ રહેશે

{આ ત્રણ મહિનાના હપ્તાઓ 1લી જુનથી ખત્મ થતાં મોરેટોરિયમ સમયગાળામાં એક સામટા ભરવા પડશે.

-ના, 1લી જુનથી લોનના હપ્તા ભરવાની શરૂઆત વિલંબિત કરી છે. માફ નથી કરી, દા.ત. તમારી લોન 31મી માર્ચે પુરી થતી હતી તે હવે 30મી જુને પુરી થશે.

{આ ત્રણ મહિનાનુ વ્યાજ માફ થયેલું ગણાશે

-ના, આ ત્રણ મહિનાનું વ્યાજ ત્રણ મહિનાના ખત્મ થતાં મોરેટોરિયસ સમયગાળા બાદ 1લી જુનના રોજ એકત્રિત-ચઢેલું ગણાશે. જે એક સામટું ભરવાનું છે {એન.પી.એ.નો સમયગાળો પણ લંબાયેલો ગણાશે

-હા, 1લી જુનથી શરૂ થતાં માસિક-હપ્તા વ્યાજ તથા આ એકત્રિત વ્યાજ જો ભરવામાં કસુર થશે તો ફરીથી એન.પી.એ. ની માર્ગદર્શિકા લાગુ પડશે. 1લી જુનથી શરૂ થતાં એન.પી.એ. સમયગાળામાં હપ્તા કે વ્યાજ 90 દિવસ એટલે કે 31મી ઓગષ્ટ સુધી ઓવરડયુ રહેશે તો ખાતુ એન.પી.એ. ગણાશે.

{ટર્મ લોન અને સીસી-ઓ.ડી. બન્ને માટે આ છુટછાટ છે

- હા.
અન્ય સમાચારો પણ છે...