તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આખરે ‘વિવાદથી વિશ્વાસ’ સ્કીમ શરૂ, કોરોના ઇફે્કટ વચ્ચે સી.એ.નું કામ વધ્યું

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

જેની ઘણાં લાંબા સમયથી રાહ જોવામાં આવી રહી હતી તે ‘ વિવાદ થી વિશ્વાસ ’ સ્કીમની શરૂઆત કરી દેવામાં આવી છે. હાલ તેના ફોર્મ ઉપલબ્ધ હોય કરદાતાઓએ આ ફોર્મ ભરવાની શરૂઆત પણ કરી દીધી હોવાનું સી.એ. સૂત્રો જણાવી રહ્યા છે. અલબત્ત, હાલ તારીખ બાબતે કોઈ ફોડ પાડવામાં આવ્યો નથી. 31મી માર્ચની જ તારીખ બતાવવામા આવી રહી છે. સી.એ. તિનિશ મોદી કહે છે કે ફોર્મ ભર્યા બાદ કરદાતા પાસે પણ 15 દિવસ રહે છે. એટલે સ્કીમ લંબાશે એ નક્કી જ છે.

હાલ સી.એ.ની ઓફિસમાં પણ કોરોનાની ઇફેક્ટ વર્તાતા ઓછા સ્ટાફ સાથે વિવાદ સે વિશ્વાસ સ્કીમનું કામ કરવામાં આવી રહ્યુ હોવાનું સી.એ. સૂત્રો જણાવી રહ્યા છે. જે કરદાતાએ રિફંડ લેવાનું છે તેઓ પણ પ્રોસિઝર કરી રહ્યા છે. આઇટીમાં કુલ ચાર પ્રધાન આવકવેરા કમિશ્નરો આ સ્કીમન હેઠળનું કામ કરશે. તેઓએ ચીફ કમિશનરને રિપોર્ટ કરવાનો રહેશે.

GTUએ કોલેજોને ઓનલાઇન લેક્ચર્સ લેવાનો આદેશ કર્યો

અધિકારી ફોર્મ ચેક કરશે

હાલ ઓનલાઇન ફોર્મ આવી ગયા છે કેટલાંક કરદાતાઓએ ભર્યા પણ છે હવે આ ફોર્મ અધિકારી ચેક કરશે અને ત્યારબાદ કરદાતાએ જે ટેક્સ ભરવાનો છે તે યોગ્ય છે કે કેમ તે નક્કી કરાશે. > બિરજુ શાહ, સી.એ.

સુરત : વિદ્યાર્થીઓને અભ્યાસમાં તકલીફ નહીં પડે તે માટે જીટીયુએ કોલેજોને ઓનલાઇન લેક્ચર્સ લેવાનો આદેશ કર્યો છે. યુનિવર્સિટીની 402 કોલેજ છે. જેમાં 33 કોલેજમાં એસાઇમેન્ટ આપીને અને 205 કોલેજમાં સોશિયલ મીડિયા સહિતના ડિજીટલ પ્લેટફોર્મથી ક્લાસથી વિદ્યાર્થીઓનો અધૂરો અભ્યાસ પૂર્ણ કરાવાઇ રહ્યો છે. તે સાથે 103 કોલેજે જે તે વિષયના લેક્ચર્સ રેકોર્ડ કરીને અપલોડ કર્યા છે. જેને પગલે યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ ઈ-લર્નિંગથી પોતાનો અભ્યાસ પૂર્ણ કરી રહ્યા છે. અહીં યુનિવર્સિટીના કુલપતિ ડો. પ્રો. નવીન શેઠ જણાવી રહ્યા છે કે, દિવસના ચાર કલાકમાં તમામ ડિપાર્ટમેન્ટોના વિષય નિષ્ણાતો દ્વારા લેક્ચર્સ લેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં વિદ્યાર્થીઓ ટૂ વે કૉમ્યુનિક્શન કરી લેક્ચર્સ દરમિયાન તેમના પ્રશ્નોનું નિરાકરણ પણ મેળવી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. વિદ્યાર્થીઓ પોતાના મોબાઈલ અને લેપટોપનો ઉપયોગ કરીને લાઈવ ક્લાસમાં જોડાઈ શકે છે. આ ઉપરાંત તેમના અભ્યાસલક્ષી પ્રશ્નો બાબતે લાઈવ કૉમ્યુનિકેશન, ચેટ, ક્વિઝ તથા ડૉક્યુમેન્ટ શેરીંગ જેવી સવલત પણ મળશે.
અન્ય સમાચારો પણ છે...