બાળકોને ટીવી, મોબાઈલથી દુર રાખવા ઓનલાઈન શીખવાડી રહ્યાં છે ડ્રોઇંગ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

આ રીતે શીખવશે ડ્રોઈંગ


વ્હોટ્સએપ પર ગ્રુપ બનાવી 35 વાલીઓને એડ કર્યા. સવારે એક વિષય સાથે ડ્રોઇંગ બનાવી ગ્રુપમાં નાખું છું. જેને જોઇ બાળકો ડ્રોઇંગ કરે છે. બીજા દિવસે તેઓ ગ્રુપમાં મોકલે છે. કોઇ ભૂલ હોય તો તે સુધારવા કહું છું. જે વિદ્યાર્થીનું ડ્રોઈંગ સારું હોઈ તેને ઈનામ મળે છે. બાળકો ટી.વી, મોબાઇલથી દૂર રહી ડ્રોઈંગ શીખતા વાલીઓને પણ રાહત રહેશે.


14 એપ્રિલ સુધી લંબાયેલા લોકડાઉનમાં સમય પસાર કરવા શહેરના લોકો અલગ અલગ એક્ટિવિટી કરી રહ્યાં છે. કોઈ ઓનલાઈન નવા કોર્સ તો કોઈ ડાન્સના ટ્યુટોરિયલ શીખી રહ્યાં છે. જોકે આ બધાની વચ્ચે નાના બાળકોને ટીવી મોબાઈલથી દુર રાખવા અને કંટાળ‌ી ન જાય તે માટે સુરતના એક આર્ટિસ્ટ શ્રુજના પ્રજાપતિએ 35 વિદ્યાર્થીઓને વ્હોટ્સએપના માધ્યમથી તાલીમ આપવાની પહેલ કરી છે. છેલ્લા 4 દિવસથી તેઓ 35 બાળકોને વોટ્સએપના માધ્યમથી ચિત્રકામ કરતા શિખવી રહ્યા છે. વ્હોટ્સએપથી બાળકો કેવી રીતે શીખી રહ્યાં છે ડ્રોઈંગ વાંચો સિટી ભાસ્કરના સ્પેશિયલ રિપોર્ટમાં..


innovative

સિટી રિપોર્ટર . સુરત
અન્ય સમાચારો પણ છે...