તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અકારણ ફરવા નીકળેલા 61 લોકોના વાહનો ડીટેઇન

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

તાપી જિલ્લાના વ્યારા, ઉચ્છલ, નિઝર, સોનગઢ, વાલોડ, કુકરમુન્ડા, ડોલવણ સહિતના ગામો અને નગરની પોલીસ લોક ડાઉન ના પગલે ચેકીંગ અને નાકા બાંધી શરૂ કરી દીધી છે.તેમ છતાં કેટલાક લોકો બિન જરૂરી વાહનો લઇ બહાર નીકળી પડે છે.પોલીસ આવ વાહન ચાલકો ને સબક શીખવાનું ચાલુ કરી દેતા તાપી પોલીસે વ્યારા સહીત અન્ય તાલુકા ના કુલ 61 વાહનો ને ડિટેન કરી દીધા હતા જેના પગલે વાહન ચાલકો માં ફફડાટ ફેલાયો હતો

તાપી જિલ્લા વ્યારા અને અન્ય સાત તાલુકા માં કારણ વગર રખડી રહેલા લોકોને પોલીસ જાહેરમાં ઉઠકબેઠક પણ કરાવી હતી. તો કેટલાક સ્થળો એ પોલીસ દંડો પણ ઉગામવાની ફરજ પડી હતી. વ્યારા સહીત અન્ય વિસ્તારો માં પોલીસ ની કડક કાર્યવાહીના આ વિડીયો સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ જતાં ઘણા લોકોએ બહાર નીકળવાનું ટાળ્યું હતું. બીજી તરફ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં સંપૂર્ણ લોકડાઉનને પગલે શાકભાજી અને કરિયાણાની દુકાનો પણ નિયત સમય સુધીજ ચાલુ રાખવાનું નક્કી કરવામાં આવ્યું છે. તાપી જિલ્લા પોલીસ સતત પેટ્રોલીંગ કરી સ્થિતિ પર નજર રાખી રહી છે.

અન્ય સમાચારો પણ છે...