તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મેલબોર્ન સ્વામિનારાયણ મંદિર દ્વારા લોકોને કેર પેકેટનું વિતરણ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસના ફેલાવાથી સમગ્ર વિશ્વ અનેક પ્રકારની મુસીબતોમાં મુકાઈ ગયું છે. આ ઓસ્ટ્રેલિયામાં પણ આ વાયરસના ફેલાવાથી હજારો પરિવાર પૂરતા પ્રમાણમાં જીવનજરૂરિયાતની વસ્તુ પ્રાપ્તિ ઓછી થઈ છે, જેથી પૂ. મહંતસ્વામી મહારાજની આજ્ઞાથી સેંકડો કાર્યકરો બીએપીએસ સંતો અને રાહત કાર્યની શરૂઆત કરી છે. પૂ. પરમચિંતન સ્વામીના માર્ગદર્શન હેઠળ મેલબોર્નમાં કાર્યકરો અને સંતોએ રાત દિવસના પરિશ્રમથી હજારો પેકેટ તૈયાર કરીને જરૂરિયાતમંદોને ઘરેઘરે પહોંચાડવાના કાર્યનું આયોજન કર્યું છે. જેની ઓસ્ટ્રેલિયા સરકાર અને સંસ્થાઓએ પ્રસંશા કરી છે.

ઓસ્ટ્રેલિયામાં ઝડપથી વધી રહેલી સંખ્યા સાથે કોરોનાવાયરસ (COVID-19) ના રોગચાળાની અસરની વધતા ચિંતાનું મોજુ ફેલાયું છે. સરકાર વધુ કડક બની લોકડાઉનની સ્થિત ઊભી થઈ છે. સ્થાનિક લોકોને જીવન જરૂરિયાતની વસ્તુની અછત વર્તાઈ રહી છે. તમામ મોલ બંધ છે. જેના કારણે લોકોને જીવન જરૂરિયાતની વસ્તુ મળતી ન હોવાથી લોકો ભારે હાલાકી ભોગવી રહ્યાં છે. જે સ્થિતિને ગંભીરતાથી સમજીને ઓસ્ટ્રેલિયાના મેલબોર્નના બીએપીએસના સંતો અને બીએપીએસ સ્વયંસેવકોએ આ પડકારજનક સમયમાં ટેકો આપવા માટે કેર પેકેજો (ફૂડ પેકેટો) બનાવ્યા હતા. કેર પેકેજોમાં આવશ્યક ખાદ્ય ચીજો અને જરૂરી વસ્તુઓ બનાવી ફૂડ પેકેજ બનાવ્યા છે.

આ કેર પેકેજો ઉપલબ્ધ કરાવવા માટે બીએપીએસના સાધુ સંતો અને હરિભક્તો દિનરાત સેવા કાર્યોમાં લાગ્યા છે. જેમને તાત્કાલિક સહાયની જરૂર હોય તેવા લોકોને BAPS સ્વયંસેવકો દ્વારા મદદ પહોંચાડવામાં આવી રહી છે. ઓસ્ટ્રેલિયા અને સમગ્ર વિશ્વમાં બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થા, મહંત સ્વામી મહારાજના માર્ગદર્શન અને પ્રેરણા હેઠળ આવી સહાય આપવાનું ચાલુ રાખશે.

વિદેશમાં સેવા

_photocaption_ઓસ્ટ્રેલિયામાં આવેલા મેલબોર્ન સ્વામિનારાયણ મંદિર તરફથી કેર પેકેજ બનાવતાં સંતો અને હરિભક્તો.*photocaption*

તાત્કાલિક સહાયની જરૂર હોય તેવા લોકોને BAPS સ્વયંસેવકો દ્વારા મદદ પહોંચાડવામાં આવી રહી છે
અન્ય સમાચારો પણ છે...