તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વણેસાના ખેતરમાંથી દીપડાનું કંકાલ મળ્યું

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

પલસાણા તાલુકાના વણેસા ગામે ખેતરમાંએક વન્ય પ્રાણીનું હાડપિંજર મળ્યું હતું. જે હકીકત બારડોલી ફ્રેન્ડસ ઓફ એનિમલ વેલ્ફેર ટ્રસ્ટના પ્રમુખને જણાવી હતી. તપાસ કરતાં હાડપિંજર દીપડાનું હોવાનું માલૂમ થતાં તાત્કાલિક પલસાણા વનવિભાગને જાણ કરી હતી. જેથી અધિકારી આવી હાડપિંજરનો કબજો લઈ અંતિમ ક્રિયા કરી હતી. દીપડાનું મોત કુદરતી રીતે થયું હોવાનું સ્થળ વિઝીટ તપાસ બાદ જણાવ્યું હતું.

ઘટના અંગે સૂત્રો પાસેથી મળતી વિગતો મુજબત વણેસા ગામના ભીમાડા ફળિયામાં રહેતા રણછોડભાઈ લલ્લુભાઈ રાઠોડ ગુરુવારે ઢોર ચરાવી સાંજે પરત ઘરે ફરતો હતો. આ સમયે કિશોરભાઈ રામુભાઈ પટેલના ખેતરમાં એક વન્ય પ્રાણીનું હાડપિંજર જોવા મળ્યું હતું. જેથી હકીકત ગ્રામપંચાયતના સભ્યને કરી હતી. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખી બારડોલી ફ્રેન્ડસ ઓફ એનિમલ વેલ્ફેર ટ્રસ્ટના પ્રમુખ જતીન રાઠોડને કરી હતી. જે જોતા જ હાડપિંજર દીપાડનું હોવાનું માલૂમ થયું હતું. પલસાણા વનવિભાગના ઈન્ચાર્જ આરએફઓ્ને જાણ કરતાં સ્થળ પર પહોંચી હાડપિંજરનો કબજો મેળવ્યો હતો. મોતનું કારણ કુદરતી હોવાનું જણાવ્યું હતંુ. શુક્રવારના રોજ હાડપિંજરની અંતિમક્રિયા કરવામાં આવી હતી.

શેરડી બળી ન હોય, દાંત પણ સલામત હોવાથી હત્યાની શંકા નહીવત

હોવાનું માલૂમ થયું હતું. પલસાણા વનવિભાગના ઈન્ચાર્જ આરએફઓ્ને જાણ કરતાં સ્થળ પર પહોંચી હાડપિંજરનો કબજો મેળવ્યો હતો. મોતનું કારણ કુદરતી હોવાનું જણાવ્યું હતંુ. શુક્રવારના રોજ હાડપિંજરની અંતિમક્રિયા કરવામાં આવી હતી.


કુદરતી મોત થયું છે

દીપાડનું મૃતક્યુ કુદરતી થયું હતું. હાડપિંજરમાં દાંત પણ સલામત હતાં. નખ નાશ થઈ ગયા હતાં. ચાર પાંચ મહિના પહેલા દીપડાનું મૃત્યુંથયું હતું. ખેતરમાં શેરડી પણ બળેલ ન હતી. જેથી હત્યાની શંકા નથી. ભાવેશભાઈ રાંદેરિયા > ઈન્ચાર્જ આરએફઓ, પલસાણા

_photocaption_વણેસાથી મળેલું દીપડાનું હાડપિંજર*photocaption*
અન્ય સમાચારો પણ છે...