તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પગપાળા જઈ રહેલા યુવકને વાને અડફેટમાં લેતા મોત

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

માંગરોળ તાલુકાના મોટાબોરસરા ગામની સીમમાં નવાપરા ચાર રસ્તા પાસે કીમ ચાર રસ્તા તરફ જતા રોડ ઉપર એક ઈકો ટાટા ચાલકે રસ્તે ચાલતાં ઈસમને અડફેટે લેતા તેને ગંભીર ઈજા પહોંચી હતી. ઈકો કારનો ચાલક આ ઈસમને કીમ હોસ્પિટલમાં દાખલ કરી ત્યાંથી ભાગી છૂટ્યો હતો. જ્યારે ફરજ પરના ડોક્ટરે ઈજાગ્રસ્ત યુવકને મૃત જાહેર કરતાં ઈકો ચાલક વિરુદ્ધ કોસંબા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.

માંગરોળ તાલુકાના મોટાબોરસરા ગામે આવેલા નવાપરા જીઆઈડીસીમાં રહેતા રવિ ઉર્ફે રજેશ ગંગારામ નિશાદ ગતરોજ 5.30 વાગ્યાના સુમારે કીમ માંડવી રોડ પર ચાલતો જતો હતો ત્યારે (GJ-19AM-1581)નંબરની ઈકો કારે તેને અડફેટે લીધોહ તો. જેને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. ઈકો કારના ચાલકે લોકોની મદદથી રવિને કીમ સાધના હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો. જ્યાં ફરજ પરના ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો. જ્યારે ઈકો કારનો ચાલક સ્થળ પર જ પોતાની ઈકો કાર છોડીને ભાગી છૂટ્યો હતો. આ ઘટના અંગે મૃતકના બનેવી હરિપ્રસાદે કોસંબા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...