તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ડાંગનું જંગલ બે વર્ષમાં 5.38 ચો.કિ.મી. ઘટ્યંુ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

સમગ્ર ગુજરાત રાજ્યમાં સૌથી વધુ ગ્રીનરી,જંગલ વિસ્તાર આદિવાસી બહુમતીવાળા અહીંના ડાંગ જિલ્લામાં છે.ડાંગનો કુલ ભૌગોલિક વિસ્તાર 1764 ચોરસ કિમિ છે,જેમાંથી ગ્રીનરી વિસ્તાર 77 ટકા એટલે કે 1362 ચોરસ કિમી છે.રાજ્યમાં બીજા નંબરે નર્મદા જિલ્લો 33 ટકા એ આવે છે. જોકે દુઃખદ બાબત એ છે કે પર્વતોથી ઘેરાયેલા લીલાછમ ડાંગમાં ગ્રીનરી ઘટી રહી છે. આ વાત ઇન્ડિયન ફોરેસ્ટ સરવેમાં બહાર આવ્યું છે. 2017ના સર્વે રિપોર્ટની સરખામણીએ 2019ના તાજેતરના સર્વે રિપોર્ટમાં 5.38 ચોરસ કિમીનો ગ્રીનરી વિસ્તાર ઘટી ગયાનું જણાવાયું છે, જે ચોંકાવનારી વાત છે. અહીં ઉલ્લેખનીય છે કે આ જ સરવેમાં ડાંગની બાજુના નવસારી જિલ્લામાં બે વર્ષમાં ગ્રીનરી સમગ્ર રાજ્યમાં સૌથી વધુ 60 ચોરસ કિમી વધી હોવાનું જણાવાયું છે.

ડાંગ વિસ્તાર સહ્યાદ્રિ ગિરિમાળમાં આવેલો છે અને વનોની અને વન્ય પ્રાણીઓની જૈવિક વિવિધતા ધરાવે છે. આ જંગલ વિસ્તારમાં આદિવાસીઓની વસતિ છે. જંગલને સાચવવા માટે આ વિસ્તારમાં રહેતા વનવાસીઓ વનવિભાગને સહકાર આપે છે. ડાંગ જિલ્લાના જંગલમાં કિંમતી સાધનો લાકડો સીસમ, ખેર, સાદડો તેમજ વનસ્પતિ અને જડીબુટ્ટીઓ પણ આવેલી છે. વિકાસ માટે વન વિભાગ કામગીરી કરે છે.

ડાંગ જિલ્લાનો ભૌગોલિક વિસ્તાર 1,72 356.75 હેક્ટર આરેમાં આવેલો છે, કુલ જંગલ વિસ્તાર 45825 હેકટર અને રક્ષિત જંગલ વિસ્તાર 10181 હેક્ટરમાં આવેલુ છે. ડાંગ જિલ્લો એક ગીચ જંગલ વિસ્તાર છે. જ્યાં છૂટાછવાયા વિસ્તારમાં દવના બનાવ બને છે, તે માટે ઉનાળાની સિઝન ચાલુ થાય છે, તે પહેલા ડિસેમ્બર મહિનામાં અને જાન્યુઆરી મહિનામાં સ્ટેટ બાઉન્ડરી રસ્તાની આજુબાજુ ફાયર લાઈન સાફ કરી બનાવવામાં આવે છે. તેમાં નીચે મુજબ દવ અટકાવવા માટે પગલાં લેવામાં આવે છે. ૧૬મી જાન્યુઆરીથી રાઉન્ડ દીઠ પાંચ ઈસમોની દવ ગેંગ દરેક ફાયર સ્ટેશન ઉપર બે ગાર્ડ તથા વોચ ટાવર ઉપર બે જ ટાવર ગાર્ડ તરીકે કાયમી રોજમદારો રોકી દવના બનાવને અંકુશમાં લેવામાં આવે છે. આગ લાગતા ખબર મળતા ફોરેસ્ટ ઓફિસરથી રાઉન્ડ ફોરેસ્ટ ગાર્ડ કાયમી રોજમદાર તથા ગાર્ડલોકો સાથે રહી તાત્કાલિક સ્થળ પર જઇ આગને કાબુમાં લેવાનો પ્રયત્ન કરવામાં આવે છે. ડાંગ જિલ્લામાં વનવિભાગ દ્વારા વનની સંવર્ધન અને સંરક્ષણ માટે ભૂમિ અને ભેજ સંરક્ષણની કામગીરી માટે જંગલમાં ચેકવોલ ચેકડેમ વન તલાવડી જેવા કામો કરી જમીનનું ધોવાણ અટકાવાય છે, પરંતુ અત્રે નોંધનીય છે કે, ગુજરાતનું સાૈથી મોટું જંગલ બે વર્ષમાં 5.38 ચોરસ કિ.મી. ઘટ્યું છે તે પર્યાવરણ માટે ગંભીર બાબત છે .

જંગલ વિસ્તાર 45825 હેકટર જેમાં રક્ષિત જંગલ 10181 હેકટર છે, ઘટેલા જંગલનો રિપોર્ટ પર્યાવરણ માટે ઘાતક

_photocaption_આહવા ગલકુંડ રોડ પર દક્ષિણ વન વિભાગ હસ્તકના આહવાથી 5 કિમી અંતરે આવેલ દેવીનામાળ કેમ્પ સાઈટ પર વનવિભાગ દ્વારા સહેલાણીઓને આકર્ષવા માટે લાકડાથી બનાવેલી રૂમો, ટ્રેકિંગ સાઈટ એડવેન્ચર સહિતની સુવિધા જંગલ વિસ્તારમાં ઉભી કરાઇ છે, જેને માણવા દૂરદૂરથી પ્રવાસીઓ અહીં આવે છે. }તસવીર : સોમનાથ પવાર*photocaption*
અન્ય સમાચારો પણ છે...