તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પ્રવાસીઓથી ધમધમતા સાપુતારામાં શનિવારથી જ કરફ્યૂની અસર

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

રાજ્યનાં એકમાત્ર ગિરિમથક સાપુતારા ખાતે નોવેલ કોરોના વાયરસ ન ફેલાય તે માટે અગમચેતી પગલા લેવાયા છે. સતત પ્રવાસીઓથી ધમધમતો સાપુતારા શનિ-રવિનાં વિકેન્ડમાં લારી ગલ્લા સહિત બોટીંગ રોપવે,મ્યુઝિયમ અને એડવેન્ચર એક્ટિવિટી બંધ રહેતા કોરોના વાયરસને નાથવાનો અભૂતપૂર્વ પ્રતિસાદ મળ્યો હતો.

કુદરતી સૌંદર્યથી ભરપુર અને રાજ્યનું એકમાત્ર ગિરિમથક સાપુતારા ખાતે શનિ-રવિની રજા દરમિયાન દર્શનીય સ્થળો સહીત ખાણી પીણી અને લારી ગલ્લાઓ, શોપિંગ સેન્ટર અને બોટીંગ રોપવે, એડવેન્ચર પાર્ક તેમજ મ્યુઝિયમ વગેરે સજ્જડ બંધ રહેતા સમગ્ર સાપુતારામાં કર્ફ્યુનો માહોલ સાથે સુનકાર વ્યાપી જવા પામ્યો હતો, નાની મોટી હોટલોમાં વિકેન્ડ નિમિત્તે કરાયેલ બુકીંગો પણ રદ થઈ ગયા છે. વધુમાં ગુજરાત મહારાષ્ટ્ર આંતરરાજ્ય એસટી બસ સેવા અચોક્કસ મુદત સુધી બંધ કરી દેવાતા લોકોએ ઘરમાં જ પુરાઈ રહેવાનું મુનાસિબ સમજી રહ્યા છે. દેશનાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ લોકસ્વાસ્થ્ય જળવાય રહે તે માટે 22મી માર્ચે લોક કર્ફ્યુનું આહવાન કરતા તેની સીધી અસર સાપુતારા ખાતે શનિવારથી જ વર્તાઈ રહી છે.

અન્ય સમાચારો પણ છે...