દુધિયા તળાવ પાસે ફરી શાકભાજી ખરીદવા ભીડ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

નવસારીમાં વોર્ડવાઇઝ શાકભાજી વિતરણની વ્યવસ્થા કરાઈ છતાં આજે દુધિયા તળાવ વિસ્તારમાં એકસાથે વધુ લારીઓ ઉભી રહેતા શાકભાજી લેવા ભીડ ઉમટી હતી.

નવસારીની શાકમાર્કેટ અને માર્કેટયાર્ડમાં શાકભાજી ખરીદવા ભીડ ઊમટતા પાલિકા તંત્રે ભીડ ન થાય અને લોકોને ઘરબેઠા શાકભાજી મળે તે માટે વોર્ડવાઇઝ શાકભાજીની લારીઓ ફરે તેવું આયોજન પાલિકાએ કર્યું છે. આ વ્યવસ્થાનું પાલન કેટલેક અંશે થાય છે પણ હજુ ભીડ કેટલીક જગ્યાએ જોવા મળે છે.

નવસારી પાલિકા સંચાલિત શાકમાર્કેટ તો બંધ કરાવાઇ છે પણ તેની નજીક દુધિયા તળાવ વિસ્તારમાં ગોહિલ હોસ્પિટલ સામે શુક્રવારે ઘણી લારીઓ એક સાથે શાકભાજી વેચવા ઉભી થઇ ગઇ હતી. અહીં શાકભાજી વેચાણની ખબર પડતાં ઘણા લોકો ત્યાં ખરીદવા પહોંચતા ભીડ થઈ હતી. કોરોના ટાણે આવી ભીડ ચિંતાજનક છે ત્યારે આ બાબત પાલિકા તંત્રને જાણ થતાં જ લારીવાળાને ત્યાંથી હટાવ્યા હતા.

વોર્ડ વાઇઝ આયોજનનો ભંગ થઇ રહ્યો છે

નિયમો કાગળ પર
અન્ય સમાચારો પણ છે...