એનઆરઆઇ સાથે છેતરપિંડી કેસમાં ફરિયાદ લેવા પોલીસને કોર્ટનો આદેશ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

નવસારીનાં નુતન સોસાયટીમાં રહેતા વૃદ્ધ એન.આર.આઈને તેના ધંધામાં ભાગીદારોએ છેતરપીંડી કરીને મશીનરી વેચી દીધી હતી જેની ખબર પડતા તેમણે નવસારી ગ્રામ્ય પોલીસ મથકે તેમના ભાગીદાઓ વિરુધ ફરિયાદ નોધવા અરજી આપી હતી.પણ નવસારી ગ્રામ્ય પોલીસના ઇન્ચાર્જ પીઆઈ એ ફરિયાદ નોંધવાની ના પાડી હતી.જેને લઈને ફરિયાદ નોધવા માટે કોર્ટનો સહારો લેતા વકીલ મારફતે અરજી કરતા કોર્ટે ફરિયાદ નોંધવા માટે આદેશ કર્યો હતો.

નવસારીના નુતન સોસાયટી ખાતે રહેતા નવનીત નાથુભાઈ ગાંધીએ નવસારી કોર્ટમાં અપીલ દાખલ કરી હતી કે તેઓ કેનેડા ખાતે રહેતા હોય અને નવસારીમાં પણ આવાગમન કરતા હોય તેમને નવસારીમાં રહેતા આકાશ વિક્રમ શાહ અને વિજય રામભાઈ આહીર લલચામણી વાતો કરી ફર્ટીલાઈઝરનો ધંધામાં ભાગીદાર બનવા માટે વાતો કરી ને તેમની પાસે નવસારી કબીલપોર જી.આઈ ડીસીમાં ફર્ટિલાઇઝરનું કારખાનું ખોલવા રોકાણ કરાવાયું હતું. જેમાં મશીનરી ખરીદવા માટે તેમણે પોતાની પત્નીના મિલકત ગીરવે મૂકી હતી.અને અન્ય એક પેઢીમાં પણ 45 લાખનું રોકાણ કરાવ્યું હતું,તેઓ કેનેડા જતા તેમની ગેરહાજરીનો લાભ લઈ ભાગીદાર આકાશ શાહ અને વિજય આહીર 52 લાખની મશીનરી વેચી દીધી હતી. તેઓ નવસારી આવ્યા ત્યારે ભાગીદારોના આ કૃત્યની જાણ થઇ હતી. જે બાબતે નવસારી ગ્રામ્ય પોલીસ મથકે તેઓ છેતરપીંડીની ફરિયાદ નોંધાવવા જતા ઇન્ચાર્જ પીઆઈએ ફરિયાદ નોંધવા માટે ના પાડી હતી. જેથી નારાજ થઈને ફરિયાદી નવનીત ગાંધીએ વકીલ નદીમ કાપડિયા મારફતે કોર્ટમાં ગ્રામ્ય પીઆઈ અને ડીએસપી વીરૂદ્ધ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. જેને પગલે કોર્ટે ફરિયાદી પક્ષના વકીલની દલીલોને માન્ય રાખીને નવસારી કોર્ટે ફરિયાદીની ફરિયાદ નોધવાનો હુકમ કર્યો હતો.

પોલીસે ફરિયાદ લેવાની ના પાડતા એનઆરઆઇએ કોર્ટમાં ધા નાંખી હતી

પોલીસ અન્યાય કરે ત્યારે કોર્ટની શરણ

જ્યારે પોલીસ FIR રજીસ્ટર કરવા ના પાડે ત્યારે જે તે વ્યક્તિ નામદાર કોર્ટમાં સીઆરપીસી ની કલમ 156(૩)મુજબ અરજી કરી શકે છે અને આ બાબતે યોગ્ય દલીલો ને આધારે નામદાર કોર્ટ ફરિયાદ નોંધવા માટેનો હુકમ કરી શકે છે તેમ નદીમ કાપડીયા એડવોકેટે જણાવ્યું હતું.
અન્ય સમાચારો પણ છે...