તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • Surat News Coroner39s Local Transmit In Randair Which Infected The Elderly Is Reopening Now The Entire Area Will Be Disinfected 070041

રાંદેરમાં કોરોના લોકલ ટ્રાંસમિટ થયો, જેણે વૃદ્ધને ચેપગ્રસ્ત કર્યો તે ખુલ્લો ફરી રહ્યો છે, હવે આખા વિસ્તારને ડિસઇન્ફેક્ટ કરાશે

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

શહેરમાં સોમવારે કોરોનાનો વધુ એક પોઝિટિવ દર્દી સામે આવ્યો છે.રાંદેર વિસ્તારમાં લોન્ડ્રી ચલાવતા વૃદ્ધને શંકાસ્પદ લક્ષણો જણાતા રિપોર્ટ કરાવ્યો હતો, જે પોઝિટિવ આવતા આરોગ્ય વિભાગ દોડતું થયું છે. આ કેસમાં સૌથી ચોંકાવનારી વાત એ છે કે, આ વૃદ્ધની કોઈ જ ટ્રાવેલ હિસ્ટ્રી નથી. રાંદેર વિસ્તારમાં કોઈ કોરોના કેરિયર ગ્રાહક બનીને તેમના સંપર્કમાં આવ્યો હશે અને ચેપ લગાડીને જતો રહ્યો છે. હવે ચિંતાની વાત એ છે કે આ કોરોના કેરિયર શહેરમાં ખુલ્લો ફરી રહ્યો છે. લોન્ડ્રીમાં કોણ આવ્યું અને કોણ ગયું તેનો પણ કોઈ હિસાબ કિતાબ નથી, જેનો ડર હતો તે જ થયું અને હવે કોરોના કોમ્યુનિટીમાં ફેલાઈ ગયો છે.

રાંદેરના 67 વર્ષીય વૃદ્ધ લોન્ડ્રી ચલાવે છે. થોડા દિવસથી તેમને શરદી, ખાંસી, તાવ હોવાથી પ્રાઈવેટ હોસ્પિટલમાં દાખલ થયા હતા. જ્યાં તેમને શંકાસ્પદ લક્ષણો જણાતા સેમ્પલ લઇ રિપોર્ટ કરાયો હતો. જે સોમવારે પોઝિટિવ આવ્યો હતો. વૃદ્ધનો રિપોર્ટ પોઝિટિવ આવતા આરોગ્ય વિભાગ દોડતું થઈ ગયું હતું અને તેમના સંપર્કમાં આવેલા લોકોને ટ્રેસ કરવાનું શરૂ કરી દીધું હતું. આ સાથે સોમવારે ઉધનાના પોઝિટિવ દર્દીના સંપર્કમાં આવેલા તેના 32 વર્ષીય મિત્ર તેમજ વરાછા વિસ્તારમાં રહેતા અને સિવિલ હોસ્પિટલના લેબ ટેક્નિશિયન તરીકે કામ કરતા 23 વર્ષીય યુવક સહિત કોરોનાના વધુ 11 શંકાસ્પદ દર્દીઓ સામે આવ્યા હતા. જ્યારે રવિવારે સામે આવેલા શંકાસ્પદો પૈકીના પેન્ડિંગ 3 સહિત 9નો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. અત્યાર સુધીમાં શહેર જિલ્લામાં કુલ 94 શંકાસ્પદ દર્દીઓ સામે આવ્યા હતા. જેમાંથી 9નો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. પોઝિટિવ દર્દીઓ પૈકી 1નું મોત થયું છે જ્યારે 1 દર્દી રીકવર થતા રજા આપી દેવાઈ છે. જ્યારે 80નો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે અને હાલ 6નો રિપોર્ટ પેન્ડિંગ છે.

રાંદેરના દર્દીના સંપર્કમાં આવેલા તબીબ સહિત 5ને ક્વોરન્ટાઇન કરાયા

રાંદેરના વૃદ્ધનો રિપોર્ટ પોઝિટિવ આવતાની સાથે સુરત મહાનગર પાલિકાનું આરોગ્ય વિભાગ હરકતમાં આવી ગયું હતું. આરોગ્ય વિભાગે વૃદ્ધ અને તેમના સંપર્કમાં આવેલા પત્ની, સાળો, ભત્રીજો તેમજ પ્રાઈવેટ ડોક્ટર અને તેમના સ્ટાફ સહિત 5 ને કોરોન્ટાઇન કરી દીધા છે. જ્યારે આ વૃદ્ધ લોન્ડ્રી ચલાવતા હોવાના કારણે અનેક ગ્રાહકો પણ તેમના સંપર્કમાં આવ્યા હોવાથી આરોગ્ય વિભાગના તબીબોએ તેમના નામો પૂછ્યા હતા. પરંતુ તેઓ નામ જાણતા ન હોવાથી પાલિકા દ્વારા વિસ્તારમાં સર્વે શરૂ કરાવ્યો છે. જેથી સંપર્કમાં આવેલાઓ સુધી પહોંચી શકાય.

RKT માર્કેટના કર્મીને ટ્રેનમાં ચેપ લાગ્યો હતો

આ અગાઉ પણ શહેરમાં રાંદેરના વૃદ્ધ પહેલાં એક કિસ્સો રિંગરોડ ખાતે આવેલી રાધા ક્રિષ્ના ટેક્સટાઇલ માર્કેટમાં પણ બન્યો હતો. આરકેટી માર્કેટની એક દૂકાનમાં કામ કરતાં વ્યક્તિનો કોરોના પોઝિટિવ આવ્યો હતો. તેની હિસ્ટ્રી વિદેશ પ્રવાસ તો ન હતી પરંતુ તેમની હિસ્ટ્રી મહાનગર પાલિકાએ તપાસી તો ટ્રેનમાં મુસાફરી કરી હોવાનું બહાર આવ્યું હતું. જ્યારે રાંદેરના શખ્સમાં તો કોઈ પણ પ્રવાસની હિસ્ટ્રી સુદ્ધા નહી હોય લોકલ સંક્રમણ થતાં કોરોનાગ્રસ્ત બન્યા છે. તેથી રાંદેરના સમગ્ર વિસ્તારમાં ડિસ-ઈન્ફેકશનની કામગીરી પાલિકાના વેક્ટર બોર્ન ડિસીઝ (વીબીડીસી) વિભાગ ફાયરે મળીને હાથ ધરવાની શરૂઆત કરી દીધી છે.જેના પગલે સમગ્ર વિસ્તારમાં સંક્રમણ નહીં ફેલાય.


વૃદ્ધનો પરિવાર કહે છે કોરોના નથી, ન્યુમોનિયા હતો

રાંદેરમાં એક 67 વર્ષીય વૃધ્ધનો કેસ પોઝિટિવ આવ્યા બાદ સમગ્ર પંથકમાં એક ચર્ચા એ છેડાઈ છે કે તેમની કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી ન હોવા છતાં આ રોગ તેમને લાગ્યો છે. અલબત્ત, પરિવારના સભ્યો હજી કહી રહ્યા છે કે તેમને કોરોના નથી, ન્યૂમોનિયા હતો. નજીકના એક સંબંધીએ માહિતી આપતા કહ્યુ કે વૃધ્ધ દંપતિ સાથે જ રહે છે બંને એકલા જ જીવન ગુજારતા છે અને તેમની રાંદેરમાં જ લોન્ડ્રીની દુકાન છે. તેઓ છેલ્લાં દસ-બાર દિવસથી ન્યૂમોનિયાની ફરિયાદને લઇને બિમાર હતા અને ખાનગી હોસ્પિટલમાં દાખલ પણ હતા. પાલિકા સૂત્રો કહે છે કે આ કેસમાં સૌથી વધુ લોકોને કોરેન્ટાઇન કરવામાં આવે એવી સંભાવના દેખાઈ રહી છે. વૃધ્ધની કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી ન હોવા છતાં આ ચેપ લાગ્યો છે. આ દરમિયાન તેઓ કોને મળ્યા, કોઈ ધાર્મિક સ્થળમાં ગયા કે કેમ અને કયા ડોકટરોએ તેમની સારવાર કરી તે તમામની લિસ્ટ બનાવવામાં આવી રહી છે. આ ઉપરાંત જો લોન્ડ્રીની દુકાન જ્યારે ચાલુ હતી ત્યારે કોણ-કોણ કપડાં લેવા ગયુ કે આવ્યુ તેની પણ ચકાસણી થનાર છે.

લોન્ડ્રીમાં ગયેલા લોકોને ચેપ લાગ્યાની શક્યતા

પૂજા કે નમાઝ સમૂહમાં કરવી યોગ્ય નથી : મ્યુ. કમિશનર

લોકલ ટ્રાંસમિશનની પાલિકા કમિશનરે શંકા વ્યક્ત કરી

લોન્ડ્રી ચલાવતા વૃદ્ધનો રિપોર્ટ પોઝિટિવ

ટ્રાવેલ હિસ્ટરી ન હોવાથી કોનો ચેપ લાગ્યો તે જાણવું મુશ્કેલ, વૃદ્ધ ગ્રાહકોના નામ પણ જાણતા ન હોવાથી રાંદેરમાં સરવે કરાશે

ઇન્ફ્રાસ્ટ્રક્ચર રિપોર્ટર, સુરત

કોરોના શહેરમાં લોકલ ટ્રાંસમિશન થકી ફેલાવવાની શરૂઆત થતાં પાલિકા કમિશનર બંછાનિધિ પાનીએ ચિંતા વ્યક્ત કરી છે. શહેરીજનોને વિનંતી કરી છે કે, હવે લોકલ ટ્રાન્સમિશન થવાની શક્યતા છે. રાંદેરમાં 67 વર્ષીય શખ્સમાં લોકલ ટ્રાન્સમિશનને લીધે કોરોના પોઝિટિવ આવ્યો છે તેથી સોશિયલ ડિસ્ટન્સનું ખુબ જ કડકપણે પાલન કરાવું જોઈએ. સમગ્ર રાંદેર વિસ્તારને ડિસ-ઇન્ફેક્ટ કરાશે. ધાર્મિક સ્થળોમાં જવાથી ચેપ લાગ્યો હોઇ હાલમાં કોઈ પણ ધર્મના ધાર્મિક સ્થાનોમાં સમૂહમાં પૂજા કે નમાઝ કરવી યોગ્ય નથી. પાલિકા કમિશનરે વધુમાં જણાવ્યું છે કે, રાંદેરની આ વ્યક્તિનો ફોરેન પ્રવાસની કોઈ પણ હિસ્ટ્રી નહીં હોવા છતાં તેને કોરોનાનો ચેપ લાગ્યો છે. તો કઈ રીતે લાગ્યો છે, તેના આજુ બાજુના વિસ્તારમાં કેટલાં પોઝિટિવ કેસ છે વગેરે પ્રક્રિયા હાથ ધરાઇ છે. શહેરીજનોને વિનંતી છે કે, આપણે એ દોરમાં છીએ કે જ્યારે લોકલ ટ્રાન્સમિશન થવાની શક્યતા રહેલી છે. રાંદેરના શખ્સની ફોરેન હિસ્ટ્રી ન હોઇ આજુબાજુના લોકો કેરિઅર્સ છે .વિદેશથી આવ્યાં છે તેમની સાથે કોઈ પણ રીતે એમને ચેપ લાગ્યો હશે. તેમની લોન્ડ્રીમાં ગયા હશે એ તમામ લોકોને ચેપ લાગવાની સંભાવના છે. એમના જે સંપર્કમાં હતાં તે તમામને કોરન્ટાઈન કરીએ છીએ. સૌથી વધારે કોરોન્ટાઈન આ કિસ્સામાં કરી રહ્યાં છીએ.

કામદારોને ખર્ચી આપવા સૂચના અપાઈ

મોટો પ્રશ્ન પરપ્રાંતિય કામદારોનો છે અને ભોજનનો છે. તમામ એનજીઓને ક્યાં સ્થળોએ જવાનું તે અંગે સંકલન કરાયું છે. તમામ મજૂર, કામદારોને ખર્ચી આપી દેવામાં આવે નહી તો પગલાં લેવામાં આવશે. સ્થાનિક સંસ્થાઓને આગળ આવીને કોઈ પણ જગ્યાએ કોઈ પણ ભુખ્યા ન રહે તે માટે પાલિકાનો સંપર્ક કરીને મદદ કરવા કમિશનરે અપીલ કરી છે. તથા અક્ષયપાત્ર દ્વારા ભોજન પહોંચાડવાની વ્યવસ્થા પાલિકા કરી રહી છે.

કોરોના અંગે આંકડાકિય માહિતી : { 5231 લોકો કોરંન્ટાઈન હેઠળ છે {થ્રી ટી પોલિસી ટ્રેકિંગ, ટેસ્ટીંગ, ટ્રીટમેન્ટ 3801 લોકોએ એપ ડાઉનલોડ કરી છે {14 લાખ 33 હજારનું કોરોના એકાઉન્ટમાં દાન મળ્યું છે.
અન્ય સમાચારો પણ છે...