તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના તાંબા પર 4 કલાક, પ્લાસ્ટિક પર 3 દિવસ સુધી જીવતો રહે છે

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

સપાટી પર કોરોના વાઈરસ કેટલો સમય જીવતો રહે?


સાર્સ-CoV-2 વાઈરસથી કોરોના (COVID-19) ફેલાય છે. આ વાઈરસને રિપ્રોડકશન માટે જીવંત વ્યક્તિની જરૂર પડે છે. વિવિધ સપાટી પર આ વાઈરસ આટલા સમય સુધી જીવિત રહી શકે છે .

છીંક કે ઉધરસમાંથી નીકળતાં ડ્રોપલેટ્સ 2થી 3 કલાક સક્રિય રહેતા હોય છે

ફાયર બ્રિગેડ સાંજે 5 કલાકે અડધી મિનિટ સાયરન વગાડશે

અમદાવાદ/સુરત | અમેરિકાની ન્યૂ ઈંગ્લેન્ડ જરનલ ઓફ મેડિસિનના અભ્યાસ મુજબ છીંક કે ઉધરસમાંથી નીકળતાં ડ્રોપલેટ્સ 2થી3 કલાક સક્રિય રહે છે. આ ડ્રોપલેટ્સ વાળના કદથી 30 ગણાં નાના હોય છે. વિવિધ સપાટી પર તેનું આયુષ્ય 2 કલાકથી માંડી 3 દિવસ સુધીનું હોય છે. તાંબા પર આ વાઈરસ 4 કલાક સુધી, સ્ટીલ પર 2થી 3 દિવસ અને પ્લાસ્ટિક પર 3 દિવસ સુધી જીવંત રહે છે. અભ્યાસ મુજબ સપાટીને 70 ટકા સુધી આલ્કોહોલ ધરાવતા ડિસઈન્ફેક્ટન્ટથી સાફ કરાય તો 1 મિનિટમાં વાઈરસ ખતમ થાય છે.

સપાટી સમય

હવા 3 કલાક

તાંબુ 4 કલાક

કાર્ડબોર્ડ 24 કલાક

સ્ટીલ 2-3 દિવસ

પ્લાસ્ટિક 3 દિવસ

{ અભ્યાસ લોસ એન્જલિસની યુનિવર્સિટી ઓફ કોલમ્બિયાની ન્યુ ઈંગ્લેન્ડ જરનલ ઓફ મેડિસિને કર્યો છે.

{ ઉધરસ અને છીંકો માટે સંશોધકોએ નેબ્યુલાઈઝરનો ઉપયોગ કર્યો હતો.

{ 70 ટકા આલ્કોહોલ ધરાવતા ડિસઈન્ફેક્ટન્ટથી સફાઈ જરૂરી છે.

સુરત : વડાપ્રધાને જનતા કરફ્યુની કરેલી જાહેરાત બાદ કલેક્ટર વહિવટી તંત્ર, પાલિકા તંત્ર, પોલીસ તંત્ર જનતા કરફ્યુને સફળ બનાવવા જોર લગાવી રહ્યાં છે. ત્યારે ફાયર બ્રિગેડ તા.22મીએ સવારે 7થી રાત્રેે 9 કલાક સુધી જનતા કરફ્યુમાં સાંંજે 5 કલાકે અડધી મીનીટ માટે તમામ સાયરનો એક સાથે વગાડશે. સાંજે 5 કલાકે શહેરીજનો તાળી દ્વારા, વાસણ, થાળી કે ઘંટડી વગાડી કોરોના વયરસ સામે લડી રહેલા તબીબો, પેરા મેડિકલ સ્ટાફ, પત્રકારો-ફોટોગ્રાફરો, ફાયર, પોલીસ અન્ય ગર્વમેન્ટ એજન્સીના કર્મીઓ સતત કામ કરતાં હોય તેઓને પ્રોત્સાહન પુરુ પાડશે. ચીફ ફાયર ઓફિસર બસંત પરિખે તમામ ફાયર સ્ટેશન વિસ્તારમાં લગાડવામાં આવેલા વોર્નિંગ સાયરનો વગાડવા તમામ ડિવિ.ને આદેશ આપ્યો છે.
અન્ય સમાચારો પણ છે...