તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના ઇફેક્ટ : VNSGUએ 21 હજાર ડિગ્રી પોસ્ટથી મોકલી

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

કોરોના વાયરસનો વાવર ચાલી રહ્યો છે. તેવામાં વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના પરીક્ષા વિભાગે 21, 493 ડિગ્રી સ્પીડ પોસ્ટથી વિદ્યાર્થીઓના ઘરે મોકલી આપી છે. શિક્ષણ વિભાગે 29 માર્ચ સુધી શૈક્ષણિક કાર્ય બંધ કર્યું છે પણ, વહીવટી કાર્ય શરૂ રાખ્યું છે. તેવામાં પરીક્ષા નિયામક અરવિંદ ધડૂક અને ડેપ્યુટી રજિસ્ટ્રાર ડો. આર. સી. ગઢવીએ મળીને 21493 વિદ્યાર્થીઓના ઘરે તેમની ડિગ્રી સ્પીડ પોસ્ટ મારફત મોકલી આપી છે. 26મી ફેબ્રુઆરીએ પદવીદાન સમારોહ યોજાયો હતો. આ સમારોહમાં 21 હજારથી વધુ વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા. આ ઉપરાંત શૈક્ષણિક કાર્યો બંધ રહેતા વિદ્યાર્થીઓને ડિગ્રી લેવામાં મુશ્કેલી પડતી હતી. જેથી યુનિવર્સિટીના પરીક્ષા વિભાગે પોસ્ટથી તમામને ડિગ્રી મોકલી આપી છે.

અન્ય સમાચારો પણ છે...