તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વાંસદાની મુખ્ય બજારમાં જોવા મળ્યો કોરોના કર્ફ્યૂ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

દેશભરમાં ફેલાયેલ કોરોના વાયરસ સંક્રમણને પગલે લોકોમાં સતર્કતાની અસર વાંસદા તાલુકામાં જોવા મળી રહી છે. વાંસદા નગરમાં મુખ્ય વિસ્તારો જેવા કે બજાર, ચોકડી, પાર્ક, રસ્તા, દુકાનોમાં સન્નાટો પ્રસરી ગયો છે. સરકારી કાર્યાલયોમાં પણ લોકો હવે કામ હોય તો જ આવે છે, જ્યાં પણ ભીડ જોવા મળતી નથી.

કોરોના વાયરસનો ભય પૂરા દેશમાં ફેલાયો છે ત્યારે વાંસદામાં પણ લોકો સતર્ક થયા છે. હાલમાં તાલુકામાં એકેય પોઝિટિવ કેસ નોંધાયો નથી છતાં લોકો જાગૃત થઇ રહ્યા છે. નગરના શિક્ષણ સંસ્થાન, આંગણવાડી તેમજ સાર્વજનિક સંસ્થાના બંધ રહેવાથી જનજીવન પર અસર પડી છે. કોરોના વાયરસથી સુરક્ષા તેમજ ભીડભાડને રોકવા માટે પ્રશાસને બધા શિક્ષણ સંસ્થાન, હાટ બજાર, મોલ, શોપિંગ સેન્ટરોને 31 માર્ચ સુધી બંધ કરી દીધા છે. કોલેજ, ટીચિંગ સેન્ટર, ટ્યૂશન કલાસ, પ્રાથમિક શાળા તેમજ ઉચ્ચત્તર માધ્યમિક શાળામાં રજાઓ જાહેર કરી દેવાતા સર્વત્ર સન્નાટો વ્યાપી ગયો છે. લોકો જરૂરી કામથી જ બહાર નીકળી રહ્યા છે તેમજ દવાખાનામાં શરદી, ખાંસી, તાવના દર્દીઓ માટે અલગથી ઓપીડીની વાત ચાલી ચાલી રહી છે. પ્રશાસને ડોક્ટરો તેમજ નર્સ સ્ટાફની રજા રદ કરી દીધી છે તેમજ તંત્ર દ્વારા પણ લોકોને વારંવાર કહેવામાં આવી રહ્યું છે કે કામ ન હોય તો બહાર નીકળવાનું ટાળો. જ્યારે સમગ્ર દેશના કોરોનો વાયરસને લઈ મંદિરો બંધ કરવામાં આવ્યા છે ત્યારે વાંસદા ખાતે મસ્જિદમાં ગામના મુસ્લિમ સમાજના લોકોએ બપોરની નમાજ અદા કરી હતી. બજાર વિસ્તારમાં લોકોની અવરજવર બંધ થતા સમગ્ર પંથકમાં કર્ફ્યૂ જેવો માહોલ સર્જાવા પામ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...