તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સોશિયલ ડિસ્ટન્ટ જાળવવા, માસ્ક પહેરવા માટે શાકભાજી વેચતા દુકાનદારોને કમિશનર ટકોર કરી

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

લોક ડાઉનમાં પરિસ્થિતિનો તાગ મેળવવા માટે SMC કમિશનર બંછાનિધિ પાની ટીમ સાથે વિવિધ વિસ્તારોના નીકળ્યા હતાં. સિટીલાઈટ, સમરસ હોસ્ટેલ, ભટાર, પાંડેસરા, રીંગરોડ, ઉધના સહિતના વિસ્તારોમાં ફર્યાં હતાં. જેમાં, સિટી લાઈટ શાકભાજી માર્કેટના કેટલાંક દુકાનદારોએ માસ્ક, સોશિયલ ડિસ્ટંસનો અમલ કર્યો નહીં હોવાનું જણાતા રીતસર ખખડાવી નાંખ્યા હતા તથા માસ્ક પહેરવા અને સોશિયલ ડિસ્ટંસનું પાલન કરવા સૂચના આપી છે.

સાથે સાથે કમિશ્નરે યુનિવર્સીટી ખાતે આવેલી સમરસ હોસ્ટેલની મુલાકાત લઈ સમયાંતરે ડિસઈન્ફેકશનની કામગીરી કરવા જણાવ્યું હતું. અલથાણ-ભટાર કોમ્પ્યુનિટી હોલ ખાતે આવેલા રાહત કેન્દ્રની મુલાકાત લઈ દાનમાં આવેલી સામગ્રીની માહિતી મેળવી હતી. ત્યાર બાદ પાંડેસરા ચીકુ વાડી રો-હાઉસ ખાતે હોમ ક્વોરોન્ટાઈન કરવામાં આવેલી વ્યક્તિની મુલાકાત લઈ તેમને 24 દિવસ હોમ ક્વોરોન્ટાઈનમાં રહેવા સૂચના આપી હતી અને કાળજી રાખવા જણાવ્યું હતું. સાથે સોસાયટીના રહીશોને માસ્ક પહેરવા અને સોશિયલ ડિસ્ટન્સ જાળવવાની સૂચના આપી હતી. પાલિકા કમિશનરને ઉધના ઝોન વિસ્તારની મુલાકાત વેળા ઝાંસી રાણી ઉદ્યાન પાસે લારીવાળાઓ વચ્ચે અંતર ઓછું હોય તેથી લોકોની ભીડ જણાતા 100 મીટરના અંતરે ઉભા રહેવા સૂચના આપી છે. રીંગરોડ પર અન્નપૂર્ણા અને સેવા ફાઉન્ડેશન દ્વારા વિનામૂલ્યે ભોજનની સુવિધા પુરી પાડવામાં આવે છે તેની મુલાકાત લઈ જણાવ્યું હતું કે, પાલિકા અને ઘણી સ્વૈચ્છિક સંસ્થાઓના સહયોગથી રાહત કેન્દ્રો શરૂ કરવામાં આવ્યાં છે. સોશિયલ ડિસ્ટન્સ રાખી વ્યક્તિઓ વ્યવસ્થિત રીતે જમી શકે તેવી વ્યવસ્થા કરવા કહ્યું હતું.

ભાસ્કર વિશેષ

_photocaption_કમિશનર બંછાનિધિ પાનીએ સાયન્સ સેન્ટર સામે , સીટી લાઈટ રોડ ખાતે આવેલ શાકભાજી માર્કેટની મુલાકાત લઈ તમામ દુકાનદારો ને માસ્ક પહેરવાની સૂચના આપી હતી.અને દુકાનદારો માટે જમવાની વ્યવસ્થા કરવાની જણાવ્યું હતું. ઉધના પાંડેસરા સહિતના વિસ્તારોમાં નિરીક્ષણ કર્યું હતું.*photocaption*
અન્ય સમાચારો પણ છે...