ચીખલી પોલીસે ચાર બાઈક ડીટેન કરી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

થાલા-ચીખલી | ચીખલી પોલીસે કોરોના વાઈરસને પગલે ઠેરે-ઠેર નાકા પોઈન્ટો ગોઠવી તેમજ ચેક પોસ્ટો ઉભી કરી કામ વગર બહાર નીકળતા વાહન ચાલકો વિરૂદ્ધ કડક કાર્યવાહી કરી રહી છે. જેમાં ચીખલી પોલીસે હાઈવે ઓવરબ્રિજ નજીક તેમજ બલવાડા નજીક બાઈક ઉપર કામ વગર ફરવા નીકળેલા લોકોને અટકાવી ચેકિંગ કરી ગાડીના કાગળો માંગતા જે કાગળો આ બાઈક ચાલકો પાસે ન નીકળતા ચાર જેટલી બાઈકો ડીટેઈન કરી આરટીઓનો મેમો આપતા કામ વગર બાઈક ઉપર ફરવા નીકળતા લોકોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે. હવે 4 ના બદલે કોઇ એક વ્યક્તિ પણ ઇમરજન્સી વગર બહાર નીકળશે તો પોલીસ આકરી કાર્યવાહી કરશે.
અન્ય સમાચારો પણ છે...