તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સાવધાન! ગ્રીલની ક્ષતીથી ત્રીજા માળેથી નીચે પટકાતાં અઢી વર્ષના બાળકનું મોત

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

નવસારી રેલવે સ્ટેશન પાસે રહેતા નાઝીમ હુસેન તેની પત્ની અને પુત્ર હસનેન (2 વર્ષ 7 માસ )સાથે હજુ બે માસ પહેલા જ હિદાયત નગરમાં હિદાયત એપાર્ટમેન્ટમાં ત્રીજા માળે ફ્લેટ નંબર ૩૦૩માં રહેવા આવ્યા હતા. તા.19 માર્ચ ગુરુવારનાં રોજ સાંજે 6-15 વાગ્યાનાં નાનકડો હસનેન ઘરની બારી પાસે રમતો હતો. ત્યારે બારીમાંથી ત્રીજા માળેથી અચાનક નીચે પડી ગયો હતો. નાનકડા હસનેનને માથાના ભાગે ગંભીર ઈજા થઈ હતી.જેની ખબર પડતા એપાર્ટમેન્ટના મોહમદ અમીન નામનો યુવક તેના મિત્રને લઈને ગંભીર ઈજા પામેલ હસનેનને સારવાર માટે નજીકમાં આવેલ યશફીન હોસ્પિટલમાં લઈ ગયા જ્યાં બાળકનું કરુણ મોત થયું હતું. મૃતકનાં પિતાની આર્થિક પરિસ્થિતિ સામાન્ય હોય સારવાર માટેનો ખર્ચ હિદાયત એપાર્ટમેન્ટના રહીશોએ ઉઠાવ્યો હતો.જો કે આ ઘટનામાં એપાર્ટમેન્ટ બાંધનાર કોન્ટ્રાકટરની સ્ટ્રકચરલની ખામી ધ્યાને આવી હતી એક માસુમનો જીવ ગયો હતો.

કોન્ટ્રકટરના એપાર્ટમેન્ટ સ્ટ્રકચરલની ખામી બહાર આવી

_photocaption_નવસારીના હિદાયત એપાર્ટમેન્ટમાં બનેલી કરુણ ઘટનાથી આઘાત.*photocaption*

સેફટી ગ્રીલ લગાવવાની જવાબદારી બિલ્ડરોની

હાલ જેટલા પણ પ્રોજેક્ટોને મંજુરી આપવામાં આવ્યા છે તેમાં સેફટી માટે તાકીદ કરવામાં આવી છે.જો કે સ્લાઈડ વિન્ડો બાબતે બિલ્ડરની પોતાની જવાબદારી બને છે.તેમણે જ સેફટી ગ્રીલ લગાવી વધુ સારી રીતે સુવિધા મળે તેવા પ્રયાસો કરવાના રહે છે.જેથી તમામ બિલ્ડરો આ બાબતે ધ્યાન રાખવાની જરુંર છે. > નીતિન શાહ, ટાઉન પ્લાનીગ ઓફિસર, નવસારી નગરપાલિકા નુડા
અન્ય સમાચારો પણ છે...