તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સેનિટાઇઝરનો છંટકાવ કરી રહેલાં કાપોદ્રાના બે માર્શલોના પગ દાઝ્યા

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

પાલિકાના ફાયર વિભાગ દ્વારા કરવામાં આવી રહેલી સેનિટાઇઝની કામગીરી પણ જોખમી હોવાનો કિસ્સો સામે આવ્યો હતો. કાપોદ્રા ફાયર સ્ટેશનના બે કર્મીઓ સેનિટાઇઝર છાંટવાની કામગીરી કરી રહ્યાં હતાં ત્યારે દવા તેમના પગ ઉપર પડતાં બન્ને દાઝી ગયા હતાં. નામ ન આપવાની શરતે એક કર્મચારીએ જણાવ્યું હતું કે, આ સેનિટાઇઝર અલગ અલગ ત્રણ દવાના મિશ્રણથી બનતી હોવાથી આ દવામાં કોઇ કેમિકલ્સ એડ થયું હોવાનું પણ કહેવાય રહ્યું છે. જો આ દવાથી ફાયર કર્મી દાઝી શકતા હોય તો પ્રજા માટે આ સેફ છે કે નહીં તે પણ ઉચ્ચ અધિકારીઓએ પહેલાં ચકાસી લેવું જોઇએ.

કાપોદ્રા ફાયર સ્ટેશનના સૂત્રોએ જણાવ્યું હતું કે, શુક્રવારે કાપોદ્રા ફાયર સ્ટેશનના કર્મીઓ સેનિટાઇઝની કામગીરીમાં જોતરાયા હતાં. દરમ્યાન માર્શલ રાજેન્દ્ર ડાભી અને ભાવિન ગોહેલ સેવા બજાવી રહ્યાં હતાં ત્યારે સેનિટાઇઝ દવા તેમના પગ ઉપર રેડાઇ હતી. દવાના લીધે તરત જ તેમના પગ ઉપર બળતરા થઇ હતી અને થોડી વારમાં તેમના પગ ઉપર લાલશ જામી ગઇ હતી. કોઇ એસિડિક પ્રવાહી પડ્યું હોય તેમ બન્ને કર્મીના પગ દાઝી ગયાં હતાં. આ અંગે તેમણે ઉચ્ચ અધિકારીઓને પણ ફરિયાદ કરી હતી. અત્રે નોંધનીય છે કે, સેનિટાઇઝ કરવાની દવા ત્રણ અલગ-અલગ દવાના મિશ્રણથી બનાવવામાં આવે છે. આ દવાના લીધે જો કર્મીઓને ઇજા થઇ હોય તો તે પબ્લિક માટે કેટલી સલામત નિવડે તેની ચકાસણી કરવી રહી.

ત્રણ દવાઓના મિશ્રણથી બનતા સેનેટાઇઝરમાં કેમિકલ ભળી ગયાની આશંકા

કાપોદ્રા ફાયર સ્ટેશનના કર્મીઓ સેનિટાઇઝની કામગીરીમાં જોતરાયા હતાં. દરમ્યાન માર્શલ રાજેન્દ્ર ડાભી અને ભાવિન ગોહેલ સેવા બજાવી રહ્યાં હતાં ત્યારે સેનિટાઇઝ દવા તેમના પગ ઉપર રેડાઇ હતી. દવાના લીધે તરત જ તેમના પગ ઉપર બળતરા થઇ હતી અને થોડી વારમાં તેમના પગ ઉપર લાલશ જામી ગઇ હતી. કોઇ એસિડિક પ્રવાહી પડ્યું હોય તેમ બન્ને કર્મીના પગ દાઝી ગયાં હતાં. આ અંગે તેમણે ઉચ્ચ અધિકારીઓને પણ ફરિયાદ કરી હતી. અત્રે નોંધનીય છે કે, સેનિટાઇઝ કરવાની દવા ત્રણ અલગ-અલગ દવાના મિશ્રણથી બનાવવામાં આવે છે. આ દવાના લીધે જો કર્મીઓને ઇજા થઇ હોય તો તે પબ્લિક માટે કેટલી સલામત નિવડે તેની ચકાસણી કરવી રહી.

ફાયર વિભાગના કર્મચારીઓ માટે જોખમી બનેલું સેનિટાઇઝર પ્રજા માટે કેટલું સુરક્ષિત?


_photocaption_સેનિટાઈઝની કામગીરી દરમિયાન ફાયર વિભાગના બે કર્મચારીઓ દવાના સંપર્કમાં આવતાં પગ પર લાલશ જામી ગઈ હતી.*photocaption*
અન્ય સમાચારો પણ છે...