તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બારડોલીમાં આવેલા જ્વાળામુખી મંદિરનો પાટોત્સવ કાર્યક્રમ રદ્દ કરાયો

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

બારડોલી | બારડોલી ખાતે આવેલા મૈસુરિયા /ભાટીયા ના કુળદેવી જવાળામુખી માતાજીના મંદિરનો પાટોત્સવ સાલગીરી અને માતાજીનો આઠમનો હોમ હવન કાર્યક્રમ રદ્દ કરવામાં આવ્યો છે. નોવેલ કોરોના વાઈરસ (COVID-19)થી ફેલાતા રોગને વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)દ્વારા વૈશ્વિક મહામારી જાહેર કરવામાં આવી છે. ત્યારે જિલ્લામાં કોરોના વાયરસનું સંક્રમણ સામે અગમચેતીના ભાગરૂપે અને કોરોના વાયરસના વધુ પ્રસાર ન થાય તેની સાવચેતી રૂપે સુરત જિલ્લાના બારડોલીના જ્વાળા દેવી માતાના મંદિરે રાખવામાં આવેલ કાર્યક્રમો તારીખ 1- 4- 2020 બુધવાર માતાજીના આઠમ નો હોમ -હવન કાર્યક્રમ તેમજ 6 -4 -2020સોમવારના રોજ મંદિરનો પાટોત્સવ સાલગીરી તેમજ મહાપ્રસાદનો કાર્યક્રમ રદ કરવામાં આવેલો છે. જેની મૈસુરિયા / ભાટીયા સમાજના તેમજ સૌ ભક્તોએ નોંધ લેવા વિનંતી. બારડોલી પ્રદેશ મૈસુરિયાં ટ્રસ્ટી મંડળે જણાવાયું છે.
અન્ય સમાચારો પણ છે...