તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બેંકે આપેલું એટીએમ પીનનું કાગળ યુવતીએ પર્સમાં મુક્યું, ચોરે પર્સ ચોરી રૂપિયા 45 હજાર ઉપાડી લીધા

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

મોપેડ પાર્ક કરીને સરથાણાના મોલમાં ખરીદી કરવા જવાનું યુવતીને 45 હજારમાં પડયું છે. જેમાં વાત એવી છે કે, મોટા વરાછા લજામણી ચોક શાંતિ નિકેતન સોસાયટીમાં રહેતી અને પીપી સવાણી સ્કુલમાં કમ્પ્યુટર ઓપરેટર તરીકે નોકરી કરતી 24 વર્ષીય રિધ્ધી હિંમતભાઈ ભોરણીયા ત્રીજી માર્ચે સાંજે મોટી બહેન સાથે ખરીદી કરવા મોલમાં ગઈ હતી. સરથાણા જકાતનાકા પાસે દીપકમલ મોલની સામે મોપેડ પાર્ક કરી ખરીદી કરવા ગઈ હતી.

મોલમાં ખરીદી કરી ઘરે ગયા હતા. ત્યારે તેમના મોબાઇલમાં 35 હજાર અને 10 હજાર મળીને 45 હજારની રકમ ખાતામાંથી ઉપડી ગઈ હોવાનો મેસેજ આવ્યો હતો. આ રૂપિયા સરથાણા જકાતનાકા પાસે રાયજોન પ્લાઝાના અને ચોપાટી પાસેના સાનિધ્યમ કોમ્પલેક્ષના એટીએમમાંથી અજાણ્યાએ ઉપાડયા હોવાનો મેસેજ હતો. યુવતીએ મોપેડની ડીકી ખોલી તપાસ કરી તો તેમાંથી પર્સ ગાયબ હતું, પર્સમાં એટીએમ કાર્ડ હતું અને એજ એટીએમ કાર્ડથી ચોરએ રૂપિયા ઉપાડી લીધા હતા. બેંકના હેલ્પલાઇન નંબર પર જાણ કરી યુવતીએ ખાતું બ્લોક કરાવી દીધું હતું.

સરથાણાના મોલમાં યુવતી પોતાની બહેન સાથે ખરીદી કરવા ગઈ હતી

અન્ય સમાચારો પણ છે...