તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચોવીસી ગામે પડોશીના ખેતરમાં ઢોર ચરાવવા જતા યુવાન પર હુમલો

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

મોટી ચોવીસી ખાતે રહેતા પશુપાલક ચોવીસી ગામે આવેલા ખેતરે તેના પશુ ચરાવવા ગયો હતો તેણે પોતાના પશુઓને પડોશીનાં ખેતરમાં ચરવા માટે મૂકી દીધા હતા ખેતરના માલિકના પુત્રએ ઘાસ ચોરી કેમ કરો છો તેવો આક્ષેપ કરી હુમલો કર્યો હતો.

નવસારીનાં મોટી ચોવીસી ગમે રાજેશ જયંતિ મોદી તેના પરિવાર સાથે રહે છે.તેઓ ચોવીસી ગામે રહેતા તેમના મિત્ર હરીશ ભાઈનાં ખેતરમાં તેમના પશુ ચરાવવા માટે જાય છે.તો તા.16 માર્ચનાં રોજ તેમના પશુઓને ચરાવવા માટે ગયો હતો અને તેમના પશુ પડોશમાં આવેલ ગૌરવ ભીખા આહીરના ખેતરમાં જતા રહેતા આ બાબતે ગૌરવ આહીર ,સાર્વીલ આહીર અને નીતેશ આહીર નામના યુવકોએ અમારા ખેતરમાં ઘાસ ચોરવા આવ્યા છો.તેમ કહી ગાળાગાળી અને મારામારી પણ કરી હતી.ત્યાર બાદ બપોરનાં સમયે ગૌરવ આહીરનાં ઘરે તેના બાપુજીને મળવા ગયા હતા. પણ તેઓ ન હોય ગૌરવ આહીર અને તેના મિત્રો ત્યાં આવીને ગાળાગાળી કર્યા બાદ મારામારી પણ ઉતરી આવ્યા હતા જેમાં રાજેશ મોદીને મુઢમાર લાગતા તેમને દુખાવો થતા નવસારી સિવિલ હોસ્પિટલ માં સારવાર માટે દાખલ થયા હતા અને નવસારી ગ્રામ્ય પોલીસ મથકે ફરિયાદ આપી હતી.

અન્ય સમાચારો પણ છે...