મટાવલમાં ખેતરમાં ઘઉં કાપવાની બાબતે થયેલા ધિંગાણાંમાં 2 પર ધારિયાથી હુમલો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

કુકરમુંડા તાલુકાના મટાવલ ગામે ખેતરમાં ઘઉં કાપવાની બાબતે થયેલ ઝગડામાં એક આરોપીએ ધારિયા વડે 02 વ્યક્તિ પર હુમલો કરી એમને ગંભીર ઇજા પહોંચાડતા નિઝર પોલીસમાં ગુનો દાખલ થયો હતો.

મટાવલ ગામે ખેતર માંથી ઘઉં કાપવાની બાબતને લઈને કાલુસિગ વળવી અને અરુણ વળવી વચ્ચે ઝગડો થયો હતો અને મારામારી થઇ હતી. ફરિયાદી અરુણ પાડવી અને સાથે વિનાયકભાઈ અને વરુબહેનને સાથે લઇને નિઝર પોલીસ મથકે અરજી આપવા નીકળ્યા હતા. દરમિયાન રસ્તે બીજા પક્ષનો કાલુસિંગ વળવી મળ્યો હતો. તેણે ફરિયાદીને તમે કેમ મારી વિરુદ્ધ પોલીસ મથકે જવા નીકળ્યા છો. કહી ગાળગલોચ કર્યા હતા. ઉશ્કેરાટમાં આવી ગયેલા કાળુસિંઘે ધારિયા વડે ફરિયાદી અરુણ પાડવીને ડાબા કાનની બાજુમાં ફટકો મારી દીધો હતો. બચાવવા આવેલ વિનાયકભાઈ પર પણ ધારિયા વડે હુમલો કરતા એમને કપાળના ભાગે અને જમણા પગમાં ઇજા થઇ હતી. એમની સાથે જ આવેલ વરુબહેનને પણ આરોપીએ પથ્થર વડે માર મારતા કમરના અને થાપાના ભાગે ઇજા પહોંચી હતી. ઈજાગ્રસ્તને સારવાર અર્થે નંદુરબાર સિવિલ ખસેડાયા હતા. અરુણ પાડવીએ કાલુસિંગ વળવી સામે નિઝર પોલીસમાં ફરિયાદ આપી હતી.

અન્ય સમાચારો પણ છે...