તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વાંસદા જલારામ મંદિર ટ્રસ્ટ દ્વારા જરૂરતમંદ લોકોને સહાય

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

વાંસદા | સમગ્ર દેશમાં કોરોના વાઈરસની મહામારીને લઈ લોકડાઉન જાહેર કરતા રોજ કમાઈને ઘર ચલાવતા લોકો બેકાર બનતા જલારામ સેવા ટ્રસ્ટના પ્રમુખ નટવરલાલ પાંચાલની નિગરાની હેઠળ ભૂપેન્દ્ર ગાંધી તથા ટ્રસ્ટના તમામ સભ્યોએ જલારામ હોલમાં ફૂડ પેકેટ તૈયાર કરવામાં આવે છે. આ ફૂ઼ડ પેકેટમાં તેઓ નગરની આજુબાજુ રહેતા ગરીબ પરિવારો અને 24 કલાક સેવા આપતા હોમગાર્ડો માટે રોજ ખીચડી, બટાકાનું શાક, પુરી, બુંદી-ગાંઠિયા, મોહનથાળ જેવું ભોજન બનાવી અંદાજીત 1 હજાર ફૂડ પેકેટ તૈયાર કરી ટ્રસ્ટના સભ્યો સહિત યુવાનો નવીનગરી, કચેરી પાછળ, પાણીની ટાંકી, તળાવ ફળિયા, કંસારા લાઈનની પાછળના ભાગે, પાટા ફળિયા સહિત વિસ્તારમાં લોકોને ઘરે ઘરે જઈને તેનું વિતરણ કરતા મજૂરી કરતા પરિવારોનો સહારો બનતા ખુશીનો માહોલ ફેલાયો હતો. આ કપરી પરિસ્થિતિમાં સેવાભાવી સંસ્થાઓ આગળ આવી લોકોની મદદ કરે તો કોરોનાની મહામારી સામે લડી શકીશું એવું જલારામ મંદિર ટ્રસ્ટના પ્રમુખ નટવરલાલ પાંચાલે જણાવ્યું હતું.
અન્ય સમાચારો પણ છે...