કુલપતિ અને સર્ચ કમિટી સામે ગુનો નોંધવા પોલીસમાં અરજી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

અમરોલી કોલેજના પૂર્વ અધ્યાપક ડો. અજીત નાયકે વીર નર્મદ યુનિ.ના કુલપતિ ડો. શિવેન્દ્ર ગુપ્તા તથા સર્ચ કમિટીના સભ્ય ડો. યોગેશ સિંગ, ડો. સી. બી. જાડેજા અને ડો. ભાવિન કોઠારી સામે ઉમરા પોલીસ મથકમાં અરજી કરી છે.

ડો. અજીતે અરજીમાં આક્ષેપ કર્યો છે કે, ડો. શિવેન્દ્ર પાસે યુનિ.ની કુલપતિની જાહેરાત મુજબ અને યુજીસીના નિયમ મુજબની લાયકાત એટલે કે 15 વર્ષનો અધ્યાપકનો અનુભવ નથી. વળી પીડબલ્યુડીમાં ડો. શિવેન્દ્ર સામે ભ્રષ્ટાચાર અને ગેરશિસ્તના આરોપ લાગ્યા છે. પીડબલ્યુડી ડિપાર્ટમેન્ટમાં ડો. શિવેન્દ્ર ઇજનેર હતા અને તે બાદ વિઝિટિંગ ફેકલ્ટી હતા. જેથી તેમની પાસે વહીવટી અનુભવ ન હોવા સાથે તેમની ડિગ્રી પણ ખોટી છે. આમ, ડો. શિવેન્દ્ર ગુપ્તાએ બાયો ડેટામાં માહિતી ખોટી લખી સર્ચ કમિટીને આપી છે અને સર્ચ કમિટીના સભ્યોએ બાયો ડેટાની તપાસ કર્યા વિના જ ડો. શિવેન્દ્રનું નામ રાજ્ય સરકારને મોકલી આપ્યું છે. આમ, બન્નેએ સરકાર સાથે છેતરપિંડી કરતા ફરિયાદ નોંધાય તેવી માગ કરી છે.

હાલમાં હું કંઈ કહીં શકું
એમ નથી : ઉમરા પીઆઈ


આ અંગે ઉમરા પીઆઈ સાળુંકેએ જણાવ્યું કે, હાલ અરજી મારી પાસે આવી નથી, જેથી હું આ મામલે કંઈ કહી શકું એમ નથી. અરજીની તપાસ બાદ હકીકત જાણી શકાશે.

વીસી શિવેન્દ્ર ગુપ્તાએ કોઈ પ્રત્યુત્તર આપ્યો નહીં

આ મામલે વીર નમર્દ યુનિ.ના વીસી શિવેન્દ્ર ગુપ્તાનો મોબાઈલ પર સંપર્ક કરતા તેઓએ ફોન ઉપાડ્યો ન હતો. બાદમાં મેસેજ દ્વારા પણ તેમનો પક્ષ જાણવાનો પ્રયાસ કરાયો હતો પરંતુ તેઓએ કોઈ પ્રત્યુત્તર આપ્યો ન હતો.

સર્ચ કમિટીએ તપાસ વિના ડો. ગુપ્તાનું નામ સરકારમાં મોકલ્યું

પૂર્વ અધ્યાપક નાયકે ફરિયાદ દાખલ કરવા માંગણી કરી

અન્ય સમાચારો પણ છે...