સૌરાષ્ટ્ર બાદ હવે યુપી બિહારના કારીગરો પગપાળા વતન રવાના

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

લૉકડાઉનમાં સુરતમાં વસતા હજારો પરપ્રાંતિય કામદારોની હાલત કફોડી થઈ છે. પોતાના માદરે વતનને છોડી શહેરમાં રોજીરોટી રળી રહેલા પરપ્રાંતીય કારીગરોને એકવીસ દિવસ સુધી સુરતમાં રહેવા હાલ કોઈ રસ્તો દેખાતો નથી. રોજ કમાઇને રોજ ખાતા લોકો અને દર મહિને પગાર લેતા કારીગરો પણ હવે પોતાના માદરે વતન પગપાળા જવા મજબૂર બન્યા છે. પંચમહાલ અને સૌરાષ્ટ્રનના શ્રમિકો તેમજ કારીગરો બાદ શનિવારે 200 કારીગરો કોઇપણ પ્રકારની ચોક્કસ વ્યવસ્થા વિના જ યુપી અને બિહાર જવા રવાના થયા હતા.

કોઇ ને ક્યાંય પણ મોકલવા વ્યવસ્થા નથી: કલેકટરકલેકટર ડો. ધવલ પટેલે જણાવ્યું કે છેકે,ડિઝાસ્ટર હેલ્પલાઇન પર અડધાથી વધુ કોલ કોઇ વ્યક્તિ કે મજુરોને વતનમાં મોકલવા માટે આવે છે. તંત્ર દ્વારા કોઇને મોકલવા આવી વ્યવસ્થા કરાઇ નથી. રાશનકાર્ડ પર આ મહિને પણ અનાજ મળશે.વતન જવાનો વિકલ્પ બચ્યો છે.

માત્ર હૈયા ધરપત અપાઈ

શહેરના પાંડેસરા, લિંબાયત અને ઉધના સહિતના વિસ્તારોના પરપ્રાંતીય કારીગરો હવે પોતાનો પગાર ન હોવાને કારણે 21 દિવસ સુધી કેવી રીતે ગુજરાન ચલાવે એ સમસ્યા ઊભી થઈ છે. ઇન્ડસ્ટ્રીયલ એકમના માલિકો દ્વારા પણ કારીગરોને મદદ ન મળતા અને માત્ર હૈયા ધરપત અપાતા કારીગરો પોતાના માદરે વતન જવા માટે પગપાળા જ ઉપડ્યા છે.

માલિકો કારીગરોનું ધ્યાન રાખે : પોલીસ કમિશનરસુરત પોલીસ કમિશનર દ્વારા શહેરના ઓદ્યોગિક એકમોના સંચાલકોને કહેવાયું છે કે તેઓના કારીગરોની યોગ્ય વ્યવસ્થા ગોઠવે. પાંડેસરાના એકમમાં કામ કરતા મનોજે જણાવ્યુંકે, 21 દિવસનું લોકડાઉન છે ત્યારે અમારી પાસે આજીવિકા છીનવાઈ ગયા બાદ દિવસો કાઢવા રૂપિયા નથી જેથી વતન જવાનો વિકલ્પ બચ્યો છે.

શહેરમાં ટકી રહેવા વ્યવસ્થા ન જણાતા કારીગરો હિજરત માટે મજબૂર

કચ્છમાં તમામ તાલુકાઅોમાંથી કામદારોની પગપાળા રઝળપાટ શરૂ થઇ છે. ભચાઉમાં શનિવારે અેક પિતા પોતાના બે સંતાનોને ખભા પર બેસાડી નીકળી પડ્યા છે. પિતાનો જાણે અા જંગ હોય તેવું લાગી રહ્યું છે.

સુરતથી રાજસ્થાન પગપાળા નિકળેલા પરિવારના 2 બાળકો સહિતના 5 સભ્યોની પોલીસે મદદ કરી હતી. બાળકો પૈકી એક બાળક દિવ્યાંગ હતો. તેને રાજસ્થાન જતી ટ્રકમાં મોકલાયાં હતાં.

સુરતમાં કામધંધા માટે આવેલા ઘણા લોકો પરત વતન લઈ રહ્યા છે. તેવામાં એક મહિલા એકલી તેના બે બાળકોને બંને કાખમાં બેસાડીને ચાલતા-ચાલતા ધોલેરા જવા નીકળી હતી. તે કામરેજ પાસે જોવા મળી હતી.
અન્ય સમાચારો પણ છે...