તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભ્રષ્ટ તલાટી-મંત્રી ધારા ઠેસિયાના ઘરે ACBનું પુન: સર્ચ પણ પત્તો ન લાગ્યો

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

કામરેજના સીમાડી ગ્રામ પંચાયતની તલાટી ધારા ઠેસીયાના લાંચ કેસમાં એસીબીએ વરાછા હીરાબાગ અશ્વિન સોસાયટીમાં તેના ઘરે શુક્રવારે ફરી તપાસ કરી હતી. જો કે ધારા મળી ન હતી. તેને શોધવા અલગ અલગ લોકેશન આધારે તપાસ શરૂ કરી છે. લાંચ લેવા આવેલો ધારા ઠેસીયાનો મામા સસરાનો દિકરો કિશન મહેશ લાખાણીના એક દિવસના રિમાન્ડ પુરા થતા લાજપોર જેલમાં મોકલી આપ્યો છે. તલાટી ધારા પકડાય તો તેની સાથે 71 હજારની લાંચમાં તેના ઉપલા ઓફિસરોની સંડોવણી છે કે કેમ તેની પણ તપાસ કરાશે. તલાટીએ પંચાયત કચેરીના બાંધકામના કોન્ટ્રાકટમાં 71 હજારની લાંચ માગી હતી.

અન્ય સમાચારો પણ છે...