કોરોનાના કારણે નાણાભીડમાં ફસાયેલી મહિલાએ ફાંસો ખાધો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

દેલાડ ગામે રહેતો હળપતિ પરિવાર કે જે મજુરી કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવતા આવ્યા હોઈ. ત્યારે હાલ કોરોનાને લઈને લોકડાઉન ને લઈને મજુરી કામ બંધ હોવાથી આર્થિક સંક્રામણ ઉભી થતા લોન પર લીધેલી ગાડીના હપ્તા ભરવા અને દીકરાની બાબરી માટે પૈસા ન થતા માનસીક તાણમાં આવીને પરણીતાએ ફાસો ખાઇ લીધો હતો.

ઓલપાડ તાલુકાના દેલાડ ગામે આવેલ રામકિશન કોલોનીમાં રહેતા સંજયભાઈ રમણભાઈ રાઠોડ અને તેમની પત્ની મનીષાબહેન મજુરી કામ કરી પોતાનું એન બાળકોનું ગુજરાન ચલાવતા આવેલ હોય. હાલ કોરોના વાયરસની મહામારીને લઈને લોકડાઉનને લઈને મજુરી કામ બંધ થતા પતી પત્ની ઘરે હોય. જેના કારણે આર્થિક સંક્રામણ ઉભી થતા થોડા મહિના પહેલા જ સંજય ભાઈએ બેંક લોન પર લીધેલી મોટર સાયકલના હપ્તા ભરવાના બાકી પડવા સાથે જ સંજયભાઈના દીકરાની બાબરીનો પ્રસંગ રાખ્યો છે. ત્યારે મજુરીકામ બંધ થતા પૈસાની તકલીફ થવાથી ગાડીના હપ્તા અને દીકરાની બાબરીના પૈસા ન થતા મનીષાબેન સંજયભાઈ રાઠોડ (28) એ નાણાંકીય તકલીફને લઈને માનસિક તાણમાં આવી ગયા હતાં. પોતાની જાતે રૂમમાં લગાવેલ પંખાની સીલીંગ સાથે દોરી બાંધી ગળે ફાસો લગાવી આપઘાત કરી લીધો હતો.

ઓલપાડ તાલુકાના દેલાડ ગામે બનેલી ચકચારી ઘટના

અન્ય સમાચારો પણ છે...