જિલ્લાના કુલ 909958 લોકોનું સ્ક્રિનીંગ કરાયું

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સુરત | કોરોનાવાયરસ નો પહેર્યો છે ત્યારે જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગ દ્વારા ડોર ટુ ડોર સર્વે કરાવીને નવ લાખથી વધુ લોકો નું સ્ક્રીનિંગ કરવામાં આવ્યું હોવાનું જાણવા મળે છે. જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગ દ્વારા ૧૦ હજારથી વધારે ફિમેલ હેલ્થ વર્કરોને દોડો સર્વેની કામગીરી સોંપી છે. જિલ્લા પંચાયતની આરોગ્ય શાખા દ્વારા મહુવા તાલુકામાં ૧,૩૮,૮૯૧ લોકો, પલસાણા તાલુકામાં ૪૮,૧૪૦, કામરેજ તાલુકામાં ૧,૯૧,૦૫૧, ઓલપાડના ૧,૨૮,૭૧૭, ઉમરપાડાના ૫૪,૬૯૨, ચોર્યાસીના ૪૩,૭૭૩ લોકોનું સ્ક્રિનીંગ પૂર્ણ કરવામાં આવ્યું છે. જયારે માંડવી તાલુકાના ૧,૦૬,૩૫૧, માંગરોળના ૧,૧૧,૮૮૦ તેમજ બારડોલીના ૮૬,૪૬૩ મળી કૂલ ૯,૦૯,૯૫૮ લોકોનું સ્ક્રિનીંગ કરી સર્વેની ૫૦.૫૮ ટકા કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી હસમુખ ચૌધરીએ જણાવ્યું હતું કે કોરોના વાઈરસ વૃદ્ધ લોકો પર વધુ અસર કરતો હોવાથી તેનું સંક્રમણ ન ફેલાય તે માટે ઘરમાં પણ આ વડીલો ક્વૉરેન્ટાઈનમાં રહે એ વિશેષ આવકાર્ય છે. અમુક લોકો હૉમ ક્વૉરેન્ટાઈનનો ભંગ કરનાર વ્યક્તિઓ સામે કાયદાકીય પગલા ભરવામાં આવી રહ્યા છે. લોકો નિયમોનું ઉલ્લંઘન ન કરે તો આપણે કોરોનાના દર્દીઓની સંખ્યા ઓછી રાખવામાં સફળ રહી શકીશું, અને કોરોનાનો ચેપ ફેલાતો અટકાવી શકીશું.
અન્ય સમાચારો પણ છે...