ઇંટના ભઠ્ઠા સંચાલક વિરુદ્ધ ગુનો નોંધાયો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

થાલા-ચીખલી | ચીખલીના રેઠવાણીયા ગામે નહેર પાસે આવેલ જગદીશ છગનભાઈ લાડ (રહે. ખાપરવાડા કુંભારવાડ) ઈંટનો ભઠ્ઠો ધરાવતા હોય જેઓ દ્વારા નવસારી જિલ્લા કલેકટર દ્વારા કોરોના વાઈરસને લઈ બહાર પાડવામાં આવેલા જાહેરનામાનો ભંગ કરી ઈટના ભઠ્ઠા ઉપર મજુરો ને બોલાવી તેમની પાસે કામ કરાવતા હોવાની માહિતી રાનકુવા પોલીસ ચોકીમાં ફરજ બજાવતા અયાઝ મરતરફ સાહરીને મળી હતી. તેઓ તાત્કાલિક સ્થળ ઉપર પહોચી જઈ આ ઈટના ભઠ્ઠાના સંચાલક જગદીશભાઈ લાડને કલેકટરના જાહેરનામાનો ભંગ કર્યો હોવાની હકીકત વર્ણવી ભઠ્ઠો બંધ કારાવ્યો હતો. જિલ્લા કલેકટરના જાહેરનામાનો ભંગ હેઠળનો ગુનો નોધતા જાહેરનામાનો ભંગ કરનારા તત્વોમાં ફફડાટ ફેલાયો છે.
અન્ય સમાચારો પણ છે...