તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શ્રમયોગી સહાય મેળવવા 650 રિક્ષા ચાલકોએ ફોર્મ ભર્યા

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

નવસારી | નવસારીમાં અંદાજિત 3500 જેટલી રિક્ષા થકી રિક્ષા ચાલકો પોતાનું ગુજરાન ચલાવે છે તેની સાથે 10000થી વધુ લોકોનું ભરણપોષણ થાય છે. જિલ્લામાં આવી 8000થી વધુ રિક્ષા છે. નવસારીની વાત કરીએ તો રિક્ષા અસોસિએશનના અગ્રણી ગણેશભાઈ મરાઠે એ રિક્ષા ચાલકોને સહાય મળે તે માટે તેમના મિત્રો સાથે પ્રયત્ન હાથ ધર્યો છે. મળતી માહિતી મુજબ આરટીઓ કચેરીમાંથી અસંગઠિત ક્ષેત્રના શ્રમયોગીઓ માટે સહાય મેળવવાના રજીસ્ટ્રેશન ફોર્મ આપવામાં આવ્યા છે. પહેલા દિવસે 650 જેટલા રિક્ષા ચાલકોને આ ફોર્મનું વિતરણ કરાયું હતું,એ પછી વધુ 1000 જેટલા ફોર્મ આગામી દિવસોમાં વિતરણ કરશે. સરકાર દ્વારા આ રિક્ષા ચાલકોની નોંધણી થયા બાદ તેમને સહાય આપવાની ચર્ચા ચાલી રહી છે.જેને પગલે રિક્ષા ચાલકોમાં આનંદની લાગણી છવાઈ ગઈ છે. કોરોના ને કારણે નવસારી જિલ્લામાં જાહેરનામું હોવાથી રિક્ષા ચાલકોના ધંધા પાણી ઠપ થઇ ગયા છે.
અન્ય સમાચારો પણ છે...