તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

60 અર્બન ક્લિનિક શરૂ કરાશે

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

હોમ ક્વોરનટાઇન માટે અલગથી ડોર ટુ ડોર કચરો લેવા વ્યવસ્થા કરાઇ છે. આજે 6 વ્યક્તિને જાહેરમાં થૂંકવા બદલ 3 હજારનો દંડ કરાયો છે. પાલિકામાં કામ કરનાર રિટાયર્ડ કર્મચારીઓને સ્વયંસેવક થઇ શકે છે. રિટાયર્ડ કર્મચારીઓ ગરીબ તથા લેબર વર્ગના લોકોને મદદ કરે. અત્યાર સુધી ડોર ટુ ડોર સર્વેમાં 5600 કેસ સામે આવ્યા છે. એમ્બ્યુલન્સની ઝોન વાઇઝ વ્યવસ્થા છે. હાલમાં સુરત શહેરમાં જાહેર સ્થળો, માર્કેટો કે જ્યાં લોકોની અવરજવર વધુ હોઇ તેવા 1351 સ્થળોને ડીસઇન્ફેક્ટ કરાયા તેમજ આજદિન સુધીમાં કુલ 7528 સ્થળોને ડીસઇન્ફેકટ કરાયા છે. રાજ્યમાં સૌથી વધારે હોમ ક્વોરનટાઇન 4143 સુરતમાં છે. જેમાં 3264 લોકોનું મોબાઇલ એપથી મોનિટરીંગ થઇ રહ્યું છે. પાલિકા શહેરમાં 60 અર્બન હેલ્થ કલિનિક શરૂ કરશે. એનજીઓ દ્વારા લેબર તથા જરૂરિયાત મંદો માટે અનાજ-કરિયાણાની સહાય સારી મળી રહી છે. પાલિકાની ટીમ અને એનજીઓ મળી 30 હજારથી વધુને ફુડ પેકેટ વિતરણ કરવામાં આવ્યા છે. જ્યારે આર્થિક સહાય માટે જાહેર કરેલ બેંક એકાઉન્ટમાં 2.90 લાખ રૂપિયાનું ફંડ મળ્યું છે. }બંછાનિધી પાની, પાલિકા કમિશનર
અન્ય સમાચારો પણ છે...