તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

લોકડાઉન વેળા અનાજની આડમાં લઇ જવાતો 5 લાખનો દારૂ ઝબ્બે

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

સુરત જિલ્લા એસઓજી ટીમ બારડોલી વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન પોલીસને મળેલ બાતમીના આધારે વ્યારા સુરત રોડ પર હિંડોળિયા ગામની સીમમાં આનંદ હોટલની સામે નાકા બાંધી ગોઠવી આવશ્યક ચીજવસ્તુ અનાજના જથ્થાની આડમાં ટેમ્પામાં લવાતો વિદેશી દારૂનો 4.82 લાખનો જથ્થો ઝડપી પાડ્યો છે.

ઘટના અંગે મળતી વિગતો મુજબ સુરત ગ્રામ્ય એસઓજી પોલીસ લોકડાઉનના પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમી મળી હતી કે ક્રીમ કલરનો ટાટા ટેમ્પો હાલ સરકાર તરફથી આવશ્યક ચીજવસ્તુ ની હેરાફેરી કરવાની છૂટ હોવાથી ઘઉં (અનાજ) ની આડમાં વિદેશી દારૂનો જથ્થોભરી સુરત તરફ લઈ જઇ રહ્યો છે અને એક સફેદ કલરની કોરોલા ગાડી નં.GJ-5-8831 પાઇલોટિંગ કરે છે અને હાલ આ ટેમ્પો સોનગઢ ટોલ નાકું વટાવી ચૂક્યો છે જે બાતમી આધારે એસઓજી પોલીસે બારડોલી તાલુકાનાં હિંડોલીયા ગામની સીમમાં આનંદ હોટલની સામે નાકા બાંધી કરી વોચમાં હતા ત્યારે બાતમી મુજબની ગાડી અને ટેમ્પો આવી જતાં ઝડપી પાડી ટેમ્પામાં તપાસ કરતાં અનાજના જથ્થાની આડમા ભારતીય બનાવટનો વિદેશદારૂની કુલ 5568 બોટલો જેની કિમત રૂ. 4,82000 , ઘઉની ગુણો કોરોલા ગાડી તેમજ ટેમ્પો મળી કુલ 12,24,200 નો મુદ્દામાલ ઝડપી પાડ્યો છે સાથેજ અનાજની આડમાં દારૂ વહન કરતાં શંકર અન્ના સીંદે (રહે આદર્શકુંજ સોસાયટી ગોળાદરા આસપાસ લિંબાયત સુરત), ધર્મેશ દેવીદાશ સોનવણે (રહે મહાકાલીનગર અમરોલી સુરત) મળી 2 આરોપીને ઝડપી પાડ્યા હતા. તથા હેરાફેરીમાં સંડોવાયેલા અન્ય 4ને વોન્ટેડ જાહેર કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

જીવન જરૂરી વસ્તુની હેરાફેરી કરતાં વાહનોમાં દારૂનો જથ્થો ભરી સુરત તરફ લઇ જવાતો હતો

અન્ય સમાચારો પણ છે...