તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

5 દિવસ પૂર્વે ફ્રાંસે હેલ્થ ચેકઅપ વગર યાત્રીઓને ભારત મોકલ્યા

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

કિલ ધ કોરોના

ભાસ્કર ન્યૂઝ | નવસારી : ફ્રાંસના લિયોન શહેરમાં અભ્યાસ અર્થે ગયેલા નવસારીના વિદ્યાર્થીએ હેમખેમ પરત ફરીને પોતાની આપવીતી વર્ણવતા જણાવ્યું હતું કે ફ્રાંસના લિયોન એરપોર્ટ પરથી ગત 15 માર્ચે રાત્રિના 9 કલાકે એમિરેટ્સની ફ્લાઇટમાં ભારત આવવા નિકળ્યો હતો ત્યારે દેશ છોડી જનારા લોકોની સાવચેતીના ભાગ રૂપે કોઇપણ પ્રકારની આરોગ્ય તપાસ કરાઇ ન હતી, જે નવાઇ પમાડનારી વાત હતી. 16 માર્ચે બપોરે ભારત પરત ફરતા મુંબઇના અંધેરીની 7 હિલ હોસ્પિટલ ખાતે યુરોપથી પરત ફરેલા દરેકની શારિરીક તપાસ કરાઇ હતી. શંકાસ્પદ લોકોને હોસ્પિટલમાં વધુ તપાસ અર્થે રોકવામાં આવ્યા હતા અને બાકીના લોકોને 15 દિવસ ઘરની બહાર ન નીકળવાની સૂચના આપીને મુક્ત કરવામાં આવ્યા હતા.

ફ્રાંસના લિયોનથી નવસારી પરત ફરેલા વિદ્યાર્થીએ ભાસ્કરને વર્ણવી આપવીતી, મુંબઇ એરપાેર્ટે ઉતર્યા બાદ આરોગ્ય તપાસ કરાઇ

અન્ય સમાચારો પણ છે...