1292માંથી હવે 452 હોમ ક્વોરન્ટાઇન

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

નવસારી | નવસારી જિલ્લામાં કોરોનાને લઈ કોરન્ટાઇન કરાયેલા હવે ત્રીજા ભાગના લોકો 452 જ હાલ હવે કોરન્ટાઇનમાં રહ્યા છે. નવસારી જિલ્લામાં એનઆરઆઈની વસતિ ઘણી છે. જિલ્લામાં 1292 પેસેન્જર આવ્યા હતા, જેમાંથી 840 લોકોએ તો 14 દિવસનો કોરોનાનો ઓબ્ઝર્વેશન સમય પૂરો પણ કરી દીધો છે. આજે શનિવારે લગભગ ત્રીજા ભાગના જ 452 લોકો હોમ કોરન્ટાઇનમાં રહ્યા હતા. બીજી બાજુ શનિવારે વધુ બે શંકાસ્પદ કોરોનાના દર્દીના સેમ્પલ લઈ ચકાસણી માટે મોકલવામાં આવ્યા હતા. આ અગાઉ નવસારી જિલ્લામાં 12 સેમ્પલ લેવાયા હતા, જેમાં 11ના રિપોર્ટ નેગેટિવ આવ્યા હતા અને એક સેમ્પલ રિજેક્ટ થયો હતો.
અન્ય સમાચારો પણ છે...