શહેરનાં મહત્તમ તાપમાનમાં 4 ડિગ્રીનો ઘટાડો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સુરત | ઉત્તર ભારતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને મધ્ય ભારતમાં સાઇકલોનિક સરક્યુલેશન સિસ્ટમના કારણે બે દિવસ વરસાદની આગાહી કરવામાં આવી હતી. આ સિસ્ટમના કારણે આજે સુરત શહેરમાં દિવસભર વાદળછાયું વાતાવરણ રહ્યું હતું. જો કે વરસાદ વરસ્યો ન હતો. પરંતુ વાતાવરણમાં આવેલા ફેરફારથી મહત્તમ તાપમાનમાં 4 ડિગ્રીનો નોંધપાત્ર ઘટાડો થયો છે. તાપમાન ઘટ્યું પરંતુ પવનની ગતિ નહીં હોવાથી ભારે ઉકળાટ અને બફારો જોવા મળ્યો હતો. જ્યારે લઘુત્તમ તાપમાનમાં સામાન્ય ઘટાડો થયો છે. હવામાન વિભાગના જણાવ્યાનુસાર શહેરનું મહત્તમ તાપમાન 33.5 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 25.8 ડિગ્રી નોંધાયું હતું. વાતાવરણમાં સવારે ભેજનું પ્રમાણ 63 ટકા અને સાંજે 47 ટકા નોંધાયું હતું. નોર્થ વેસ્ટ દિશાથી 7 કિ.મીની ગતિએ પવન ફૂંકાયું છે.
અન્ય સમાચારો પણ છે...