‘જેમનું રાશનકાર્ડ નથી તેવા ગરીબોને પણ અનાજ આપો’

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

લૉકડાઉનમાં ગરીબોને અનાજ આપવાની સરકારે જાહેરાત કરી છે ત્યારે જેની પાસે રાશનકાર્ડ નથી તેવા ગરીબોને પણ વિના મુલ્યે અનાજ આપવા જિલ્લા કલેકટરને રજુઆત કરવામાં આવી છે.

જિલ્લા પંચાયતના સભ્ય દર્શન નાયકે કરેલી રજુઆતમાં જણાવ્યું છેકે,સુરત જીલ્લામાં જે કોઈ બીપીએલ / એપીએલ રરેશનકાર્ડ કે અંત્યોદય કાર્ડધારક કે જેમના એનએફએસએ અનુસાર ફોર્મ ભરાયા નથી કે કોઈ કારણોસર અનાજ મળતું નથી એવા લોકોએ ઘણા સમયથી પુરવઠા વિભાગમાં રજુઆત કરી છતાં કોઇ કાર્યવાહી કરાઇ નથી.જે કોઈ નાગરિકોને અનાજ નથી મળતું તેમને પણ સરકારની જાહેરાતમાં સમાવેશ કરીને વિનામૂલ્યે અનાજ મળી રહે એવી વ્યવસ્થા કરાય. સાથે જે કોઈ રાશનકાર્ડ ધારકને ફિંગર સ્કેનની સમસ્યા હોય તેવા ગ્રાહકોને ફિંગર સ્કેન વગર જ અનાજ મળી રહે તેવા વ્યવસ્થા કરવા માંગણી કરી છે.

જિલ્લા પંચાયત સભ્યની કલેક્ટરને રજૂઆત

અન્ય સમાચારો પણ છે...