તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

લોકડાઉનમાં પોલીસ સાથે સેવામાં જોડાવા લોકોને ઠગતા પ્રવિણ ભાલાળા સહિત 3 ઝબ્બે

6 મહિનો પહેલા
  • કૉપી લિંક

પોલીસ સ્ટેશનના નામનો ખોટો ઉપયોગ કરી સોશિયલ મીડિયાના માધ્યમથી લોકોને ખોટી માહિતી આપી ચીટીંગ કરનાર પ્રવિણ ભાલાળા અને તેના બે સાગરિતની ક્રાઇમબ્રાંચે ધરપકડ કરી છે. વધુમાં જે લીંક સોશિયલ મીડિયા પર મુકી છે તેમાં લખ્યું કે તમે અમારી અને પોલીસની સાથે કામ કરવા માંગો છો,ગુજરાત વિકાસ સમિતી સંચાલિત સુરક્ષા સેતુનો ભાગ બનવા માંગતા હોવ અને તમારા વિસ્તારના પોલીસ સ્ટેશનના પોલીસ સાથે સેવા કરવા માંગતા હોય તો તમે રહેતા હોય તે વિસ્તારના પોલીસ સ્ટેશનના નામની લીંક પર કિલક કરો અને એડ થઈ જાવ, આગામી દિવસોમાં મિટીંગ થશે અને આઇકાર્ડ સાથે જવાબદારી સોંપાશે. આ લિંકમાં પ્રવિણ ભાલાળા, શૈલેષ પાનસુરીયા, તુષાર કોશિયા અને સાધના સાવલીયાના નામો લખ્યા હતા. આ બાબતે પોલીસની કોઈપણ જાતની મંજૂરી લીધી ન હતી. પોલીસ સ્ટેશન નામનો ખોટી રીતે ઉપયોગ કરી લીંક સોશિયલ મીડિયા પર મુકી હતી. સુરત શહેર અને જિલ્લાના પોલીસ સ્ટેશનોના નામે 30 ગૃપ બનાવ્યા હતા. જેમાં તમામ ગૃપમાં યુવકો આ લોકોની વાતમાં આવીને જોડાઈ ગયા હતા. સાયબર ક્રાઇમના સ્ટાફને આ લિંક ધ્યાને આવતા ક્રાઇમ બ્રાંચે ફરિયાદી બની ગુનો નોંધ્યો હતો. જેના આધારે ક્રાઇમબ્રાંચે ત્રણ જણાની ધરપકડ કરી છે. જયારે સાધના સાવલીયાની પણ સંડોવણી હોવાથી તેની ધરપકડ કરાશે. પોલીસે કહ્યું કે, ગુજરાત વિકાસ સમિતિના નામે આવશ્યક સેવા માટે પ્રવિણે કલેકટર કચેરીમાંથી લોકડાઉનમાં બહાર નીકળવા માટે પાસ પણ ઇશ્યુ કર્યો છે. તે પણ તપાસનો વિષય છે.

ધરપકડ થયેલા આરોપી

1. પ્રવિણ વિઠ્ઠલ ભાલાળા (પુણા) 2. શૈલેશ પાનસુરીયા (પર્વત પાટીયા)

3. તુષાર કોસીયા(નાની વેડ)

આશય ખોટો નહોતો

પ્રવીણ ભાલાળાએ જણાવ્યું કે, અમે સામાજીક સેવા માટે જ
લીંક બનાવી હતી. અમારી ભૂલ એ થઈ કે પરમીશન લીધી નહોતી. પરંતુ અમારો આશક કશું ખોટું કરવાનું ન હતું.

સાઈબર ક્રાઈમના ધ્યાને લિંક આવતા ક્રાઈમ બ્રાંચે 4 સામે ગુનો નોંધ્યો હતો

ગુજરાત વિકાસ સમિતીના નામે સોશિયલ મીડિયામાં જાહેરાત મુકી હતી

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ અનુભવી તથા ધાર્મિક પ્રવૃત્તિના વ્યક્તિ સાથે મુલાકાત તમારી વિચારધારામાં પણ પોઝિટિવ પરિવર્તન લાવશે. જીવન સાથે જોડાયેલાં દરેક કાર્યને કરવાની સારી દૃષ્ટિ પ્રાપ્ત થશે. આર્થિક સ્થિતિ...

વધુ વાંચો