તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વડોદરાના 3 શખ્સની સુરતના વેપારી સાથે 22 લાખની ઠગાઈ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

રિંગરોડની મિલેનિયમ માર્કેટના વેપારી અને વડોદરાના 3 વેપારીઓ સહિત દલાલે 22 લાખની ચીટિંગ કરતા સલાબતપુરા પોલીસે ગુનો નોંધ્યો છે.

અડાજણ-પાલ સ્તુતિ યુનિવર્સલ ખાતે રહેતા અને મિલેનિયમ માર્કેટમાં કાપડનો ધંધો કરતા નિરંજન રામસિંહ ગોયેલએ 11મી જુને વડોદરાના દલાલ રોહિત મારફતે વડોદરાના 3 વેપારીઓને 22 લાખનો કાપડનો માલ ક્રેડિટ પર આપ્યો હતો. બે મહિનામાં માલના નાણાં આપી દેવાનો વાયદો કર્યો હતો. શરૂઆતમાં વેપારીઓ નિયમિત રૂપિયા આપી દેતા હોવાથી સુરતના વેપારીએ વિશ્વાસ મુકયો હતો. પણ બાદમાં રૂ. 22 લાખની બાકી નીકળતી રકમ માટે વડોદરાના વેપારીઓ સતત વાયદાઓ આપતા આવ્યા હતા. છેવટે લાખોની રકમ ન આપતા વેપારીએ સલાબતપુરા પોલીસમાં ફરિયાદ આપી હતી. જેના આધારે પોલીસે અશોક દોલતરામ મોનાણી, દિનેશ કાવરાણી, લક્ષ્મણ દોલતરામ મોનાની અને દલાલ રોહિત બાબુ શર્મા સામે ઠગાઈનો ગુનો નોંધ્યો છે. આ ચારેય જણા વડોદરાના વાઘોડીયામાં રહીને કાપડનો ધંધો કરે છે.

કાપડ ખરીદી બાદ નાણાં આપ્યા ન હતા

અન્ય સમાચારો પણ છે...