ડાંગના 2.03 લાખ લોકોને એપ્રિલનું રાશન નિ:શુલ્ક મળશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ડાંગ જિલ્લાનાં કુલ 2,03,118 લોકોને એપ્રિલનું રાશન વિનામૂલ્યે આપવામાં આવશે.

ડાંગ જિલ્લાનાં કુલ 2.03 લાખ રેશનકાર્ડ ધારકોને 1 એપ્રિલથી વિનામૂલ્યે રાશન વિતરણ થશે,કોરોના વાયરસની લોકડાઉનની પરિસ્થિતિનાં કારણે ગરીબ, સાધારણ,આર્થિક સ્થિતિવાળા લોકોને કેન્દ્ર સરકારે મફતમાં રેશન આપવાનો નિર્ણય કર્યો છે,ત્યારે ડાંગ જિલ્લાના ગરીબ રેશનકાર્ડ ધારકોને પણ લાભ મળશે. ભારતમાં કોરોના વાઈરસનાં કારણે લોકડાઉનની પરિસ્થિતિ ઉભી થઈ છે ત્યારે રોજનું કમાઈને રોજ ખાનારા, આર્થિક અને ગરીબ લોકો માટે કેન્દ્ર સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. ગુજરાતના આશરે 60 લાખ જેટલા 3.25 શ્રમજીવી પરિવારોને ખાવાની ચીજવસ્તુઓ અને અનાજની તકલીફ ન પડે તે માટે 1 એપ્રિલથી મફત અનાજનું વિતરણ કરવામાં આવશે. જેમાં ડાંગ જિલ્લાનાં 2.03 લાખ કાર્ડ ધારકોને અનાજ વિતરણ કરવામાં આવશે. ડાંગ જિલ્લો બહુલક આદિવાસી વસતિ ધરાવતો જિલ્લો છે. અહી મોટાભાગના લોકો ચોમાસુ આધારીત ખેતી પર નિર્ભર છે. જ્યારે દિવાળી બાદ આ લોકો રોજીરોટી માટે અન્ય જિલ્લા કે રાજ્યમાં સ્થળાંતર કરતા હોય છે. હાલમાં કોરોના વાઈરસને કારણે રોજીરોટી કરી કમાઇ ખાનારા લોકોની વિકટ પરિસ્થિતિ બની છે. ડાંગ જિલ્લાની કુલ વસતિ 2,28,291 છે. હાલની વિકટ પરિસ્થિતિને ધ્યાનમાં લઈ ડાંગના ત્રણ તાલુકાના કુલ 38201 રેશનકાર્ડ લાભાર્થીઓ છે, જેમની સંખ્યા 2,03,118 છે. આ તમામ NFSA કાર્ડ ધારકોને 1 એપ્રિલથી અનાજ વિતરણ કરવામાં આવશે. રેશનકાર્ડ ધારકોને ઘઉં, ચોખા,ખાંડ અને મીઠું આપવામાં આવશે.

હાલના કોરોના વાઈરસની પરિસ્થિતિને ધ્યાનમાં લઈ બાયોમેટ્રીક ફિંગર પ્રિન્ટ સિસ્ટમમાંથી મુક્તિ આપવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...