તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જામીનમાં રહ્યાની અદાવત રાખી 2 યુવાનને માર મરાયો

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

નવસારીનાં કરિશ્મા ગાર્ડનમાં રહેતા જફર ઉર્ફે કાલુ સિદ્દીક શેખે નવસારી ટાઉન પોલીસ મથકે નોંધાવેલ ફરિયાદમાં જણાવ્યું કે તેઓ ગુરુવારની સાંજે ઘર નજીક વોલીબોલ રમતા હતા ત્યારે તેમના પાડોશી આવીને જણાવ્યું કે તેમના મિત્ર લતીફ ભાઈને ચાર યુવાનો ઈરફાન શેખ ,સૈફ ,અહર અને મુજાહિદ માર મારતા હતા.ત્યારે તેમને બચાવવા જતા ચારેય યુવાનો એ જફર ઉર્ફે કાલુ શેખ ઉપર લાકડાનાં ફટકા વડે હુમલો કર્યો હતો અને તેમને ઈજા કરી હતી જેથી સારવાર માટે લતીફભાઈ ને પણ નવસારી સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયા હતા.વધુ ફરિયાદમાં જણાવ્યું કે બે દિવસ પહેલા ઈરફાન શેખ અને સૈફ અને મુઝાહીદ અને અઝહર (તમામ રહે.ફતેહ પાર્ક,રગુનનગર )સાથે મારામારી કેસમાં લતીફભાઈ જામીનમાં રહી તેમને છોડાવ્યા હોય તેની અદાવત રાખીને ચારેય યુવાનોએ તેમની અને લતીફભાઈ ઉપર લાકડા વડે હુમલો કરી હવે અમારી સાથે માથાકૂટ કરશો તો જાનથી મારી નાખીશું તેવી ધમકી આપી હોવાની ફરિયાદ નોંધાવી હતી.ઘટનાની વધુ તપાસ પોસઈ કેએમ વસાવા કરી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...