તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

લોકડાઉનમાં ઘરે બેસી 4 દિવસમાં બનાવી 17000 હેન્ડવોશની બોટલ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

સુરતના કેતન હિરપરા, દિપલ જોશી, ભાવેશ વોરા અને કુલદીપ મારકણાએ લોકડાઉનના સમયમાં ઘરે બેસીને હેન્ડવોશની 17 હજાર બોટલ તૈયાર કરી છે. અને સેવા કરી રહેલા પોલીસ, ટીઆરબીના જવાનો, મનપાના કર્મચારીઓ અને ડોક્ટર તેમજ નર્સોને વિતરણ કર્યા હતા. તેમજ આ હેન્ડવોશ રસ્તા પર રહેતા લોકોને પણ આપવામાં આવ્યા હતા અને કોરોનાથી બચવા માટે હાથ ધોવા કેમ જરૂરી છે તે સમજાવ્યું હતું. બ્યુટી પાર્લરનો બિઝનેસ કરતા કેતન હિરપરાએ 70 હજારના ખર્ચે 17000 હજાર બોટલ તૈયાર કરી હતી


Initiative

સિટી રિપોર્ટર . સુરત

હું બ્યુટીપાર્લરનો બિઝનેસ કરૂ છું. લોકડાઉનને કારણે બિઝનેસ બંધ છે. તો આવા સમયે હેન્ડવોશ બનાવી શકાય તે બધી સામગ્રી મારી પાસે હતી. જેથી વિચાર આવ્યો કે આપણી રક્ષા માટે ખડે પગે ઉભા રહીને ફરજ બજાવતા પોલીસ, ટીઆરબી જવાન, ડોક્ટરો, નર્સ અને એસએમસીના કર્મચારીઓને હેન્ડવોસ બનાવી મફત આપવા જોઇએ. જેથી મે મારા અન્ય ત્રણ મિત્રો સાથે મળીને હેન્ડવોશની 17 હજાર બોટલ બનાવી હતી. જેમાં અંદાજે 70 હજારથી વધુનો ખર્ચ થયો છે.


70 હજારના ખર્ચે 17,000 બોટલ તૈયાર કરી

30 લિટર હેન્ડવોશ બનાવવા માટે 20 લિટર પાણીમાં 1 કિલો મીઠુ નાંખી પાણીમાં ઓગાળો. તેમાં 50 એમએલ નારિયેળ તેલ અને 25 એમએલ ટી ઓઇલ નાંખીને ગરમ કરો. સુગંધવાળું હેન્ડવોશ બનાવવા તેમાં 50 એમએલ ગ્લિસરીન અને પરફ્યુમ ઉમેરો. આ એક બોટલથી સાત દિવસ સુધી હેન્ડવોશ કરી શકાય છે. 35 એમએલની બોટલ માર્કેટમાં 30 રૂપિયાની મળે છે. જોકે ઘરે આ બોટલ 5 રૂપિયામાં તૈયાર થઇ જાય છે.


આ રીતે ઘરે બેસીને બનાવ્યું હેન્ડવોશ
અન્ય સમાચારો પણ છે...