તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સિવિલમાં 72 કલાકમાં 120 બેડની નવી વ્યવસ્થા

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

સુરત | કોરોનાની આફતની પહોંચી વળવા નવી સિવિલમાં લાંબા સમયથી ખાલી પડેલી સ્ટેમસેલ હોસ્પિટલ બિલ્ડિંગમાં યુધ્ધના કોરાના માટે 120 બેડની હોસ્પિટલ કાર્યરત કરવા સૂચના આપવામાં આવી છે. દરમિયાન થોડી ઉણપો જણાતા સિવિલમાં જ આવેલી સ્ટેમસેલ હોસ્પિટલના બિલ્ડિંગમાં 72 કલાકમાં આઇસોલેશન સહિતની વ્યવસ્થા ઉભી કરી કોરોના માટે અલગથી હોસ્પિટલ કાર્યરત કરવા માટે તાકીદ કરવામાં આવી છે.

સીએચસી પીએચસીમાં દર્દીને સારવાર માટે ટેલીમેડિસિનની સુવિધા | નવી સિવિલમાં દર્દીઓ બીન જરૂરી ધસારો ન થાય તે માટે શનિવારથી ઈમરજન્સી સિવાયની ઓપીડી બંધ કરાઇ છે. સિવિલના તંત્ર દ્વારા દર્દીઓને ઓપીડી સારવાર ઘર નજીક સીએચસી પીએચસીમાં મળી રહે તે માટે 9 નંબરની ઓપીડીમાં ટેલીમેડિસિનની સુવિધા શરૂ કરવામાં આવી છે. જેમાં દર્દીઓને જે તે વિભાગના એક્ષપર્ટની જરૂર જણાય તો માર્ગદર્શન અપાઇ રહ્યું છે.
અન્ય સમાચારો પણ છે...