તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બોરકૂવા ગામે સુગરના મજૂરો ભરેલી ટ્રક પલટતાં 1 મજૂર નું મોત, 2 ગંભીર

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

કામરેજ સુગરમાં શેરડી કાપવાની મજૂરી કરતા ડાંગ જિલ્લાના શ્રમજીવીઓ લોકડાઉનની સ્થિતિને કારણે ટ્રકમાં બેસી પરત પોતાના ગામ આવતા હતા. ત્યારે સોનગઢના બોરપાડા ગામ પાસે ટ્રક પલટી ખાઈ ગઈ હતી. આ અકસ્માતના બનાવમાં ટ્રકની પાછળ ફાળકાના ભાગે બેસેલા મજૂરો પૈકીના એક યુવકનું દબાઈ જવાને ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું જયારે અન્ય 02 ને પ્રમાણમાં ગંભીર ઇજા થતા એમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

દેશમાં જાહેર કરવામાં આવેલ લોકડાઉનની સ્થિતિને કારણે સહુથી કફોડી સ્થિતિ મજૂર અને શ્રમજીવી વર્ગની થઇ છે. ડાંગ જિલ્લાના સુબીર તાલુકાના જુદાજુદા ગામમાં રહેતા મજૂરો પણ ગત ઓકટોબર-2019 થી કામરેજ સુગર ફેકટરીના કાર્યવિસ્તારમાં આવેલ ગામડાઓમાં શેરડી કાપવાની મજૂરીએ ગયા હતા. એઓ હાલની સ્થિતિને ધ્યાનમાં લઈ રવિવારે રાત્રીના સમયે એક ટ્રક નંબર (GJ-09-V-9424) માં સરસામાન સાથે બેસી સુબીર તરફ જવા નીકળ્યા હતા. આવતી વેળાએ ટ્રકના ચાલકને ઊંઘ આવતી હોય તેણે રસ્તાની સાઇડે ટ્રક ઉભી કરી એકાદ કલાક ઊંઘ લઇ લીધા બાદ ફરી થી આગળ જવા નીકળ્યો હતો.આ ટ્રક મોડી રાત્રીના 3.30 કલાકના અરસામાં સોનગઢ તાલુકાના બોરકૂવા ગામના બસ સ્ટેન્ડ પાસેથી પસાર થઇ રહી હતી ત્યારે ટ્રક ચાલકે પોતાની ટ્રક પૂરઝડપે હંકારી ટ્રકને રોડની જમણી સાઈડ પલટી ખવડાવી દીધી હતી. આ બનાવમાં ટ્રકની પાછળ ફાળકાના ભાગે બેસેલા મજૂરો રોડ સાઈડ પર ફેંકાઈ ગયા હતા. જો કે આ પૈકીનો અનિલ ચંદરભાઈ પવાર (રહે.ઇશખંડી તા.સુબીર) નામનો શ્રમજીવી યુવક ફાળકાની લોખંડની એંગલ નીચે દબાઈ ગયો હતો સાથી મજૂરોએ એને કાઢવા પ્રયાસ કર્યો હતો પરંતુ એ નિષ્ફળ રહેતા અનિલ પવારનું સ્થળ પર જ મોત નિપજ્યું હતું જયારે કાશીરામ જુનીયાભાઈ બરડે અને જાગૃતિબહેન દિનેશભાઇ પવારને છાતીમાં અને કમરમાં ગંભીર ઇજા થતા એમને સારવાર માટે હોસ્પિટલ ભેગા કરવામાં આવ્યા હતા. આ અંગે સોનગઢ પોલીસે અકસ્માત બાદ ભાગી છૂટેલા ટ્રકચાલક વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો.

કામરેજ સુગરની શેરડી કાપણીનું કામ કરતા મજૂરો વતન સુબીર પરત જતા હતા

_photocaption_મજૂર ભરીને જતી શેરડીની ટ્રક પલટી મારી ગઇ હતી.*photocaption*
અન્ય સમાચારો પણ છે...