વાવના ધારાસભ્ય ગેનીબેનને 11 દિવસ હોમક્વોરન્ટાઈન કરાયા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

વાવ-ભાભરના ધારાસભ્ય ગેનીબેન ઠાકોર રાજ્યસભાની ચૂંટણીને લઇ રાજસ્થાનમાં જયપુર ગયા હતા. ત્યાંથી પરત ફરતાં આરોગ્ય વિભાગ દ્વારા હોમ ક્વોરન્ટાઈન કરવામાં આવ્યા છે. 7 એપ્રિલ સુધી તેમને ઘરમાં રહેવાની સૂચના આપતા ભાભર માધવસીટી તેમના નિવાસસ્થાને જ 11 દિવસ સુધી રોકાવવાનું કહેવામાં આવ્યું છે. તેમના નિવાસસ્થાનના દરવાજા ઉપર લાલ કલરનું બોર્ડ લગાવવામાં આવ્યું છે કે આ ઘરની કોઇ મુલાકાત લેવી નહીં અત્યારે કોઇને મળવા માટે જીદ પણ ન કરવાની સૂચના અપાઇ છે.

ધારાસભ્ય ગેનીબેન ઠાકોરએ ભાભરની જનતાને ‘કામ સિવાય કોઇપણ ઘર બહાર નીકળવું નહીં, માસ્ક અવશ્ય પહેરવો, સેનિટરાઇઝરનો ઉપયોગ કરવો, બીજા લોકોથી એક મીટરનું અંતર રાખવું, તમારું સ્વાસ્થ્ય જોખમાય નહિ તેનું ધ્યાન રાખવા માટે અપીલ કરી હતી.’

દરવાજા ઉપર લાલ કલરનું બોર્ડ લગાવાયું

અન્ય સમાચારો પણ છે...