તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિજાપુરની કચરીઓ બંધ, અરજદારોના પ્રવેશ પર પ્રતિબંધ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

કોરોના વાયરસને ફેલાતો અટકાવવા સરકારની સૂચના મુજબ શનિવારે વિજાપુરની સરકારી કચરીઓ બંધ કરાઇ હતી અને અરજદારોને પ્રવેશ પર પ્રતિબંધ રખાયો હતો.

કોરોના વાયરસના પગલે પ્રાંત અધિકારી તેમજ મામલતદાર જી.કે. પટેલ, તાલુકા વિકાસ અધિકારી વી.આર.બારોટ, પોલીસ અધિકારી પારધી સહિતની મિટિંગ યોજાઇ હતી. જેમાં આધારકાર્ડ, રેશનકાર્ડ, જાતિનો દાખલો સહિતની કામગીરી સ્થગિત કરાઇ છે. તાલુકા પંચાયત, મામલતદાર કચેરી, નગરપાલિકા, બેન્ક, કોર્ટ સદંતર બંધ રહેતાં અરજદારોને બહારથી પરત કરાયા હતા.

ટીડીઓ વિપુલભાઈ બારોટે જણાવ્યું કે, સરકારનો આદેશ છે કે હાલમાં અરજદારોના કામો બંધ કરવા અગત્યના કામ તેમજ કચેરીના અંદરનું કામ ચાલુ રાખી અરજદારોને બહારથી જવાબ આપી પરત મોકલ્યા હતા. જેને લઇને તાલુકા પંચાયતનો મુખ્યદ્વાર પણ બંધ કરાયો હતો. મામલતદાર, નગરપાલિકાના મુખ્યદ્વાર પણ બંધ જોવા મળ્યા હતા.

કોરોના વાયરસને ફેલાતો અટકાવવાના પગલાં


અન્ય સમાચારો પણ છે...