તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તકેદારી |ગામડાઓમાં દવાનો છંટકાવ કરી સેનેટાઇઝ કરાયા

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

પોશીના| પોશીનામાં સરપંચ અને તલાટી મંત્રી દ્વારા લોકોને ઘરની બહાર ન નીકળવા અપીલ કરાઇ હતી અને સમગ્ર ગામમાં દવાનો છંટકાવ કરાયો હતો અને શાકભાજીનું વિતરણ કરાયું હતુ.}વિક્રમસિંહ ચૌહાણ

વડાગામ| ધનસુરાના લાલીના મઠ પંચાયત દ્વારા ગામમાં સફાઈ કરી આખા ગામમાં દવા સેનીટાઈઝેશનનો છંટકાવ કરાયો હતો.}કલ્પેશ જોષી

વિજયનગર| વિજયનગમાં સરસવ આરોગ્ય કેન્દ્રના ડૉ. પ્રવિણભાઈ અસારી, સામાજિક સંગઠનના કાર્યકર મયુર શાહ, ડૉ. ઘાવર પટેલ, હરિશ કલાલ, ફિરોઝ પઠાણના જણાવ્યા અનુસાર આરોગ્ય વિભાગના સહયોગ અને સામાજિક સંગઠનો ના સંયુક્ત ઉપક્રમે વિજયનગરમાં સ્પ્રેયિંગની કામગીરી કરી હતી. ધોલીવાવ કેમ્પના છગનભાઇ પટેલના ટ્રેકટર અને પમ્પના સહયોગથી પાર પાડવામાં આવ્યું હતું. લીલપુરમાં તેજાભાઈ, નરેશભાઈ, પંકજભાઈની આગેવાનીમાં, ઉપલધોડિયામાં પ્રકાશ પટેલ તથા અન્ય વિસ્તારોમાં ડૉ. દિલીપભાઈ પટેલ, ડૉ જે સી. પટેલ, અવિનાશ વ્યાસ, ઘુટર દરજી, ગોકુલ ઉપાધ્યાય, સહિતે કામગીરી પૂર્ણ કરી હતી.
અન્ય સમાચારો પણ છે...