ઊંઝામાં ટ્રેક્ટરમાંથી નીચે પટકાતાં મહિલાનું મોત થયું

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ઊંઝા ટાઉનમાં ઉમિયાનગર ચોકથી ઐઠોર જવાના રોડ પર આવેલી અંબિકા નગર સોસાયટી સામેથી બુધવારે રાત્રે 9-15 વાગ્યાના સુમારે પસાર થઇ રહેલ ટ્રેકટર (GJ 02G 730)ના ચાલકે પૂરઝડપે હંકારતાં ટ્રેકટરમાં બેઠેલી મહિલા નીચે પડી જતાં ગંભીર ઇજાના કારણે તેનું મોત થયું હતું. આ બનાવ અંગે ઊંઝા તાલુકાના દાસજ ગામના પરમાર મેહુલભાઇ અરવિંદભાઇએ ટ્રેક્ટરચાલક સામે ઊંઝા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...